મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નવી મુંબઈના BJPના ઉમેદવાર ગણેશ નાઈકને નવી મુંબઈના શિલ્પકાર કહીને નવાજ્યા હતા
ગણેશ નાઈક
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નવી મુંબઈના BJPના ઉમેદવાર ગણેશ નાઈકને નવી મુંબઈના શિલ્પકાર કહીને નવાજ્યા હતા અને કહ્યું હતું કે ‘નવી મુંબઈ દેશનું એક સુંદર અને વિકસિત શહેર છે કારણ કે આ શહેરને ગણેશ નાઈકની લીડરશિપ મળી છે. ગણેશ નાઈકના સુનિયોજિત વિકાસને કારણે નવી મુંબઈ સિટીને એક અલગ જ દિશા મળી છે. અત્યાર સુધીમાં તેઓ જે સૌથી વધુ મત મેળવીને ચૂંટાઈ આવ્યા છે એના કરતાં પણ વધુ મત મેળવીને આ વખતે પોતાનો જ રેકૉર્ડ બ્રેક કરીને જીત મેળવશે.’
ઐરોલી વિધાનસભા ૧૫૦ મતદારસંઘમાંથી BJPના ઉમેદવાર તરીકે ઝુકાવનાર ગણેશ નાઈકને લોકનેતા તરીકે સંબોધીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કશું પણ જનહિત વિરુદ્ધ થાય નહીં, શહેરનો વિકાસ રોકાય નહીં, નાગરી સુવિધાની જમીનો વેચાય નહીં, ખોટું રિઝર્વેશન થાય નહીં, મેદાનો અને ગ્રીન સ્પેસ બચવી જોઈએ અને ગણેશ નાઈક એ માટે હંમેશાં ટોચનો સંઘર્ષ કરતા હોય છે. રાજ્ય શાસન અને મહાપાલિકાના માધ્યમથી તેમણે નવી મુંબઈને નવી દિશા આપવાનું કામ કર્યું છે. તેમણે કરેલા સુનિયોજીત વિકાસને કારણે જ નવી મુંબઈ સુંદર શહેર બની શક્યું છે. જે રીતે ગણેશ નાઈક લોકોના સતત સંપર્કમાં રહે છે એ જ પ્રમાણે BJPના કાર્યકરો પણ લોકો સાથે સતત સંપર્કમાં રહે છે. આથી જ નવી મુંબઈની જનતા ગણેશ નાઈક સાથે છે. ઐરોલી વિધાનસભા મતદાર સંઘના બળવાખોરોને ૨૩ નવેમ્બરે તેમની જગ્યા દેખાઈ જશે.’
ADVERTISEMENT
આ બાબતે ગણેશ નાઈકે જણાવ્યું હતું કે ‘જો હું જીતી આવીશ તો તેમના મતદારસંઘનો સમતોલ અને પૂરો વિકાસ કરશે. એમાં યુવકો માટે રોજગાર, મહિલા સશક્તીકરણ, આવનાર સમયમાં પાણીની જરૂરિયાતનું આયોજન, લેટેસ્ટ એજ્યુકેશન ફૅસિલિટી, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટની સુવિધા તેમ જ લેટેસ્ટ મેડિકલ ફૅસિલિટી ઊભી કરવાને પ્રેફરન્સ આપવામાં આવશે. એ સિવાય ગાવ, ગાવઠણ, સિટી, ઝૂંપડપટ્ટી, ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ સહિત રહેણાક વિસ્તારમાં લોઅર ઇન્કમ ગ્રુપ અને મિડલ ઇન્કમ ગ્રુપ માટેની રેસિડેન્શ્યલ કૉલોની બનાવી બધાનો સમતોલ અને સર્વાંગી વિકાસ કરવામાં આવશે.’