સાથે નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી તથા ધારાવીના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો નકશો બતાવતાં પોસ્ટર પણ લાવ્યા
ગઈ કાલે મુંબઈમાં પ્રેસ-કૉન્ફરન્સમાં રાહુલ ગાંધી (તસવીરો : શાદાબ ખાન)
નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં હિન્દુઓ વિભાજિત ન થાય અને એકજૂટ થઈને મતદાન કરે એવી અપીલ કરીને ‘એક હૈં તો સેફ હૈં’ સૂત્ર આપ્યું છે. મોદીના આ સૂત્રની ટીકા કરવા કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિરોધી પક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે તેમની પ્રેસ-કૉન્ફરન્સમાં સેફ (તિજોરી) લઈને પહોંચ્યા હતા. ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી ગ્રુપને આપવા સાથે ‘એક હૈં તો સેફ હૈં’ સૂત્રનો સંબંધ હોવાનો દાવો કરીને રાહુલ ગાંધીએ ‘સેફ’નાં બે પોસ્ટર બતાવ્યાં હતાં. એમાં એક પોસ્ટરમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હતો અને એમાં લખવામાં આવ્યું હતું કે એક હૈં તો સેફ હૈં. બીજા પોસ્ટરમાં ધારાવી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટનો નકશો બતાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.
ADVERTISEMENT
એમાં અરબપતિ અને ગરીબો વચ્ચેનો મુકાબલો છે. મહા વિકાસ આઘાડી સરકાર ખેડૂત, વંચિત અને બેરોજગારોને પ્રાધાન્ય આપશે. ‘એક હૈં તો સેફ હૈં’ સૂત્ર મુખ્યરૂપે અદાણીને ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના માધ્યમથી એક લાખ કરોડ રૂપિયાની જમીન મેળવવામાં મદદ કરે છે. નરેન્દ્ર મોદીનું સૂત્ર છે : અમે એક છીએ તો સુરક્ષિત છીએ. સવાલ એ છે કે કોણ સુરક્ષિત છે?’