શિવાજી મહારાજનું પૂતળું તૂટી પડવા બાબતે સરકારને ઘેરવાની તૈયારી
ગઈ કાલે થાણેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સ્વચ્છ કરતા શરદ પવારના પક્ષના નેતા જિતેન્દ્ર આવ્હાડ અને તેમના સાથીઓ
માલવણના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનું આઠ મહિના પહેલાં જ ઊભું કરવામાં આવેલું પૂતળું તૂટી પડવાના વિરોધમાં વિરોધ પક્ષોના સંગઠન મહા વિકાસ આઘાડી દ્વારા પહેલી સપ્ટેમ્બરથી ‘જોડે મારો’ આંદાલન કરવામાં આવશે. મહા વિકાસ આઘાડીમાં સામેલ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના શરદ પવાર, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના ઉદ્ધવ ઠાકરે અને કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેની ગઈ કાલે બેઠક મળી હતી જેમાં પહેલી સપ્ટેમ્બરે ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે જોડે મારો આંદોલનની શરૂઆત કરવામાં આવશે. મહાયુતિની સરકારમાં છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું ઊભું કરવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના વિરોધમાં બીજા દિવસે માલવણ, બારામતી અને સંભાજીનગરમાં આંદોલન કરવામાં આવશે.