કૉન્ગ્રેસના નેતા ભાઈ જગતાપે શુક્રવારે ઇલેક્શન કમિશનને વડા પ્રધાનનો શ્વાન કહ્યું હતું એની સામે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ પગલાં લેવાની માગણી કરતી ફરિયાદ ઇલેક્શન કમિશનમાં કરી છે
કૉન્ગ્રેસના નેતા ભાઈ જગતાપ
કૉન્ગ્રેસના નેતા ભાઈ જગતાપે શુક્રવારે ઇલેક્શન કમિશનને વડા પ્રધાનનો શ્વાન કહ્યું હતું એની સામે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ પગલાં લેવાની માગણી કરતી ફરિયાદ ઇલેક્શન કમિશનમાં કરી છે. ફરિયાદમાં કિરીટ સોમૈયાએ લખ્યું છે કે ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ સંબંધે કૉન્ગ્રેસના વિધાન પરિષદના સભ્ય ભાઈ જગતાપે ઇલેક્શન કમિશનને બદનામ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. તેમણે ઇલેક્શન કમિશનને વડા પ્રધાનનો પાળેલો શ્વાન કહ્યો છે. આનાથી ઇલેક્શન કમિશનનું અપમાન થયું છે એટલે ભાઈ જગતાપ સામે કાર્યવાહી કરવામાં આવે.’
ભાઈ જગતાપે કહ્યું હતું કે ‘લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટમાં જમીન-આસમાનનો ફરક છે. છ મહિનામાં એવું તે શું બની ગયું કે જનતાએ એકાએક મહાયુતિને આટલો મોટો વિજય ધરી દીધો? ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન (EVM)માં ગરબડ થઈ હોવાની પૂરેપૂરી શક્યતા છે. ચૂંટણી બૅલટ પેપરથી કરવાની માગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે, પણ સરકાર કંઈ કરતી નથી. ઇલેક્શન કમિશન વડા પ્રધાનના બંગલાની બહાર બેસેલો શ્વાન છે.