Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણ બળાત્કાર-હત્યા કેસનો આરોપી વિશાલ ગવળી જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો, આપઘાત કર્યો હોવાની શંકા

કલ્યાણ બળાત્કાર-હત્યા કેસનો આરોપી વિશાલ ગવળી જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો, આપઘાત કર્યો હોવાની શંકા

Published : 13 April, 2025 03:49 PM | Modified : 14 April, 2025 07:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kalyan Rape-Murder Case: કલ્યાણ પૂર્વના કોલસેવાડી વિસ્તારમાં ૧૨ વર્ષની બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના ચોંકાવનારા કેસના સંબંધમાં વિશાલ ગવળીની ધરપકડ કરવામાં આવી હતી. ૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ છોકરી ગુમ થઈ ગઈ હતી.

આરોપી વિશાલ ગવળી (તસવીર: મિડ-ડે)

આરોપી વિશાલ ગવળી (તસવીર: મિડ-ડે)


મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના કલ્યાણ શહેરમાં ૧૨ વર્ષની બાળકી પર થયેલા હાઈ-પ્રોફાઈલ બળાત્કાર અને હત્યા કેસને લઈને સંપૂર્ણ રાજ્યના લોકોમાં આક્રોશ હતો. આ ઘૃણાસ્પદ ઘટનામાં ૩૫ વર્ષીય આરોપી વિશાલ ગવળીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. જોકે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આરોપી વિશાલ ગવળીએ રવિવારે વહેલી સવારે નવી મુંબઈની તલોજા સેન્ટ્રલ જેલમાં આત્મહત્યા કરી લીધી છે અને તેનું મોત થયું હોવાનું કહેવાય છે.


પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી ગવળી સવારે ૩:૩૦ વાગ્યે જેલના શૌચાલયમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ખારઘર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેણે ફાંસી લગાવવા માટે ટુવાલનો ઉપયોગ કર્યો હતો. જેલના સ્ટાફે થોડા સમય પછી તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને તે પછી વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી.



મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો


સ્થળ પર પંચનામા (સ્થળ નિરીક્ષણ) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગવળીના મૃતદેહને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અને નક્કી કરવા માટે પોસ્ટમોર્ટમ માટે મુંબઈની જેજે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ખારઘર પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને વધુ તપાસ ચાલુ છે.

શું હતો કેસ?


કલ્યાણ પૂર્વના કોલસેવાડી વિસ્તારમાં ૧૨ વર્ષની બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના ચોંકાવનારા કેસના સંબંધમાં વિશાલ ગવળીની ધરપકડ કરવામાં આવી હતી. ૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ છોકરી ગુમ થઈ ગઈ હતી અને બાદમાં થાણે ગ્રામીણ પોલીસ અધિકારક્ષેત્ર હેઠળના બાપગાંવ ગામમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

વિશાલના પત્નીની પણ કેસમાં ધરપકડ

તપાસ દરમિયાન વિશાલ અને તેની પત્ની સાક્ષી ગવળી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે વિશાલે બળાત્કાર અને હત્યા કરી હતી, પરંતુ તેની પત્ની સાક્ષીએ પીડિત બાળકીની લાશ ફેંકવામાં મદદ કરી હતી. બન્ને પર ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો ઍક્ટની અનેક કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા.

ફેબ્રુઆરી ૨૦૨૫ માં, કલ્યાણ પોલીસે દંપતી સામે ૯૪૮ પાનાની વ્યાપક ચાર્જશીટ દાખલ કરી હતી. "વિશાલ ગવળીએ છોકરી પર બળાત્કાર અને હત્યા કરી હતી, જ્યારે તેની પત્નીએ તેને લાશ બાપગાંવમાં ફેંકવામાં મદદ કરી હતી," પોલીસે અગાઉના અહેવાલમાં જણાવ્યું હતું.

બદલાપુર રેપ કેસના આરોપીનું પણ એન્કાઉન્ટર થયું હતું

બદલાપુરની સ્કૂલમાં બે બાળકીઓ પર બળાત્કાર કરવાના આરોપસર પકડાયેલા સ્કૂલના સફાઈ-કર્મચારી અ​ક્ષય શિંદેના પોલીસે કરેલા એન્કાઉન્ટરને તેના પેરન્ટ્સે હાઈ કોર્ટમાં પડકાર્યા બાદ ગઈ કાલે આ જ કોર્ટમાં તેમણે કહ્યું હતું કે હવે અમને આ કેસ આગળ લઈ જવામાં કોઈ રસ ન હોવાથી એની તપાસ પડતી મૂકવી જોઈએ. તળોજા જેલથી અક્ષયને પૂછપરછ માટે બદલાપુર લઈ જવાતો હતો ત્યારે તેનું એન્કાઉન્ટર થયું હતું.

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK