અશોક ખરાત કેસની તપાસ કરી રહેલી SIT ને આવી ફરિયાદ મળી
સુનેત્રા પવાર ને રૂપાલી ચાકણકર
સ્વયં ઘોષિત ગોડમેન અશોક ખરાત કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા જાહેર કરાયેલી હેલ્પ લાઇન પર અનેક ફરિયાદો આવી રહી છે. જેમાં એક ચોંકાવનારી ફરિયાદ બીડથી એક વ્યક્તિએ કરી છે. જેમાં તેણે કહ્યું છે કે રૂપાલી ચાકણકરથી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારને ખતરો હોઈ શકે. હવે આ ફરિયાદમાં તથ્ય કેટલું અને મજાક કેટલી એની તપાસ SIT એ ચાલુ કરી છે. રાજકીય અદાવતને લઇને આ ફરિયાદ કરાઈ છે ? કે કેમ એ બાબતે પણ તપાસ ચલાવાઈ રહી છે. જોકે આ ફરિયાદને લઇને રાજકીય વર્તુળોમા ચર્ચા ચાલી રહી છે.
