બુધવાર સુધી દરરોજ સાંજે પાંચ વાગ્યે નેવી બૅન્ડ, નૌસૈનિકોની ડ્રિલ અને જાંબાઝ જવાનોનાં કરતબ જોઈ શકાશે. નેવીનાં વિમાનો ગેટવે ઑફ ઇન્ડિયાથી ઓછી ઊંચાઈએ ઉડાન ભરશે
ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ગઈ કાલથી નેવી વીક નિમિત્તે ચાર દિવસની બીટિંગ રિટ્રીટ સેરેમનીની શરૂઆત કરવામાં આવી.
મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ગઈ કાલથી નેવી વીક નિમિત્તે ચાર દિવસની બીટિંગ રિટ્રીટ સેરેમનીની શરૂઆત કરવામાં આવી હતી. બુધવાર સુધી દરરોજ સાંજે પાંચ વાગ્યે નેવી બૅન્ડ, નૌસૈનિકોની ડ્રિલ અને જાંબાઝ જવાનોનાં કરતબ જોઈ શકાશે. નેવીનાં વિમાનો ગેટવે ઑફ ઇન્ડિયાથી ઓછી ઊંચાઈએ ઉડાન ભરશે.
ADVERTISEMENT
ઉપરાંત નેવીનાં હેલિકૉપ્ટરો સમુદ્રમાં કેવી રીતે શોધ અને બચાવનું કામ કરે છે એનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે. દિવસ ઢળતી વખતે નેવી બૅન્ડની સૂરાવલિ સાથે સનસેટ સેરેમની સાથે બુધવારે આ સેરેમનીનું સમાપન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે ભારતીય નૌસેનાએ ઑપરેશન ટ્રાઇડન્ટ હાથ ધરીને પાકિસ્તાનના કરાચી બંદર પર ૪ ડિસેમ્બરે હુમલો કર્યો હતો. નૌસેનાએ કરાચી બંદરને ખતમ કરી નાખ્યું હતું.
આ દિવસની યાદમાં દર વર્ષે ૪ ડિસેમ્બરે નેવી ડે અને નેવી વીકની ઉજવણી કરવામાં આવે છે.