માત્ર ૨૦ રૂપિયા માટે બોલાચાલી થતાં ઇડલી વેચનાર યુવકની હત્યા
પ્રતીકાત્મક તસવીર
થાણે જિલ્લાના મીરા રોડ ખાતે ત્રણ અજાણ્યા ગ્રાહકોને માર્ગ પર ઇડલી વેચનારા ૨૬ વર્ષના યુવક સાથે ૨૦ રૂપિયાને લઈને બોલાચાલી થતાં તેમણે તેની હત્યા કરી હોવાનું પોલીસે શનિવારે જણાવ્યું હતું.
આ ઘટનાની વિગત એવી છે કે પીડિત વીરેન્દ્ર યાદવ ઇડલી વેચતો હતો. શુક્રવારે સવારે માર્ગ પરની તેની લારી પર ત્રણ ગ્રાહક આવ્યા અને તેને જણાવ્યું કે તેમણે તેની પાસેથી ૨૦ રૂપિયા લેવાના છે. ટૂંક સમયમાં જ બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ADVERTISEMENT
ત્રણેય ગ્રાહકોએ યુવકને ધક્કો મારતાં તે પડી ગયો હતો અને માથાના ભાગે ઈજા થઈ હતી. આસપાસના લોકો તેને નજીકની હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ મામલે મીરા રોડના નયાનગર પોલીસ સ્ટેશન ખાતે ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરીને તેમની શોધખોળ આદરવામાં આવી છે.

