Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગરુડા વર બૈસોની માઝા ચિંતામણી આલા

ગરુડા વર બૈસોની માઝા ચિંતામણી આલા

Published : 12 September, 2026 01:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચિંચપોકલીના ચિંતામણીનાં ગઈ કાલે પ્રથમ દર્શન રાખવામાં આવ્યાં હતાં

ચિંચપોકલીના ચિંતામણી

ચિંચપોકલીના ચિંતામણી


ચિંચપોકલીના ચિંતામણીનાં ગઈ કાલે પ્રથમ દર્શન રાખવામાં આવ્યાં હતાં. આ વખતે ચિંતામણીની સજાવટ દક્ષિણ ભારતનાં મંદિરો અને એમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારની મૂર્તિઓ અને સ્થાપત્ય જેવી કરવામાં આવી છે. બાપ્પાનો જમણો પગ જમીન પર છે, પણ ડાબો પગ બીજા પગથિયા પર ગોઠવાયેલો છે. ચતુર્ભુજ મૂર્તિના એક હાથમાં શંખ છે, બીજા હાથમાં ચક્ર છે, અન્ય બે હાથમાંથી એક હાથ ભક્તોને આશીર્વાદ આપી રહ્યો છે, જ્યારે એક હાથમાં નાગની ફેણવાળો અંકુશ ધારણ કર્યો છે. ગણપતિની પાછળ વિશાળ પાંખ ફેલાવતું ગરુડ દર્શાવવામાં આવ્યું છે. ગણપતિની આરતીમાં ગવાતી વિઠ્ઠલની આરતીમાં આવે છે કે ગરુડાવર બૈસોની માઝા કૈવારી આલા, જ્યારે ચિંતામણીનાં દર્શન કરીને લાગે છે કે ગરુડા વર બૈસોની માઝા ચિંતામણી આલા. 


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2026 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK