Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પેપર-લીકના મુદ્દે MPSCના સચિવનું મોં કાળું કરવામાં આવ્યું : ૩ આરોપીઓની ધરપકડ

પેપર-લીકના મુદ્દે MPSCના સચિવનું મોં કાળું કરવામાં આવ્યું : ૩ આરોપીઓની ધરપકડ

Published : 12 September, 2026 12:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુસ્તક આપવાના બહાને નજીક આવીને બે લોકોએ સચિવ પર કાળો પાઉડર ફેંક્યો હતો, જ્યારે ત્રીજા વ્યક્તિએ આખી ઘટનાનો વિડિયો શૂટ કર્યો હતો

MPSCના સચિવનું મોં કાળું કરવામાં આવ્યું

MPSCના સચિવનું મોં કાળું કરવામાં આવ્યું


મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ની પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને પેપર-લીક મામલે ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનો વચ્ચે સંભાજી બ્રિગેડના કાર્યકરોએ કમિશનના સચિવ જિતેન્દ્ર હરપાલકરનું મોં કાળું કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના નવી મુંબઈ ખાતે બની હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટનામાં સંકળાયેલા ૩ લોકોની ધરપકડ કરી લીધી છે. કાર્યકરોએ દસ્તાવેજો સોંપવાના બહાને ગુરુવારે સચિવને મળવાની પરવાનગી માગી હતી. પુસ્તક આપવાના બહાને નજીક આવીને બે લોકોએ સચિવ પર કાળો પાઉડર ફેંક્યો હતો, જ્યારે ત્રીજા વ્યક્તિએ આખી ઘટનાનો વિડિયો શૂટ કર્યો હતો. ઘટના બાદ સંભાજી બ્રિગેડના રાજ્ય-પ્રવક્તાએ પરીક્ષાઓની ગેરરીતિની નૈતિક જવાબદારી સ્વીકારીને MPSCના ચૅરમૅન અને સચિવ બન્નેનાં રાજીનાંમાની માગણી કરી છે. જોકે મુખ્ય પ્રધાને MPSC પરીક્ષણ પેપરની ફરીથી ચકાસણી સાથેની અન્ય માગણીઓ પૂરી કરી હોવા છતાં MPSCના ચૅરમૅનના રાજીનામાની માગણી અનેક જૂથોએ ચાલુ રાખી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2026 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK