ઘરફોડી કરતી ટોળકીનો પર્દાફાશ: ચારની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
ઘરફોડીનાં અનેક કારનામાં કરી ચૂકેલી ગૅન્ગનો પોલીસે પર્દાફાશ કરી દહિસરથી એના ચાર સભ્યની ધરપકડ કરી હોવાનું પોલીસ અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૧૨ દ્વારા શનિવારે ધરપકડ કરાયેલા ચાર આરોપીની ઓળખ ૪૬ વર્ષના અય્યપ્પા શેટ્ટીયાર ઉર્ફ શેટ્ટી, ૪૪ વર્ષના મુરગન શેટ્ટી, ૨૧ વર્ષના નસીમ શેખ તથા ૩૮ વર્ષના જિયારૂલ શેખ ઉર્ફ પિન્ટો તરીકે કરાઈ હતી.
ADVERTISEMENT
બુધવારે આ ટોળકીએ ગોરેગામમાં એક ઘરમાં ઘૂસીને લગભગ ૧૮ લાખ રૂપિયાની કિંમતનાં સોનાનાં ઘરેણાં પર હાથ સાફ કરી પલાયન થઈ જતાં ક્રાઇમ બ્રાન્ચ તેમ જ સ્થાનિક પોલીસે તેમની શોધ આદરી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
તપાસ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને મળેલી ટીપના આધારે તેમણે છટકું ગોઠવીને દહિસરમાંથી આરોપીઓની ધરપકડ કરી હતી ધરપકડ કરાયેલા ચોરો પાસેથી ચોરાયેલાં ઘરેણાંમાંથી થોડાં પરત મળી શક્યાં હતાં. જોકે અન્ય બે ચોરની શોધ ચાલુ છે.

