એડિશનલ સેશન્સ જજ વી.ડી. કેદારે દાવો પાછો ખેંચવાની મંજૂરી આપી, પરંતુ સિંહ પર 1,500 રૂપિયાની નજીવી કિંમતનો દંડ ગોસ્વામીને ચૂકવવા પણ કહ્યું.
ફાઇલ તસવીર
મુંબઈના (Mumbai) પૂર્વ પોલીસ કમિશનર (Former Police Commissioner) પરમબીર સિંહે (Param Bir Singh) બુધવારે ટીવી પત્રકાર અર્નબ ગોસ્વામી (Television Journalist Arnab Goswami) અને રિપબ્લિક ટીવીની માલિકીની કંપની `ARG આઉટલાયર મીડિયા` વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ માનહાનિનો દાવો પાછો ખેંચી (Withdrawen the Defamation Case) લીધો છે.
એડિશનલ સેશન્સ જજ વી.ડી. કેદારે દાવો પાછો ખેંચવાની મંજૂરી આપી, પરંતુ સિંહ પર 1,500 રૂપિયાની નજીવી કિંમતનો દંડ ગોસ્વામીને ચૂકવવા પણ કહ્યું.
ADVERTISEMENT
“તે સ્પષ્ટ છે કે દાવો દાખલ કરવાને કારણે, સામેવાળાએ વકીલને જોડવા પડ્યા હશે. મને લાગે છે કે દાવો બિનશરતી પાછો ખેંચવા માટે ખર્ચ લાદવાની જરૂર છે."
આ પણ વાંચો : પતિ શોધી રહ્યો હતો મસાજર, ત્યારે એસ્કૉર્ટ સાઈટ પર મળી પત્ની અને બહેનની તસવીરો...
સિંહે 2021 માં ગોસ્વામી અને રિપબ્લિક ટીવીના માલિકો સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જેમાં કથિત રીતે બદનક્ષી કરવા બદલ રૂ. 90,00,000ના નુકસાનનું વળતર માંગ્યું હતું.