Ferry Capsizes near Mumbai: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ જિલ્લા વહીવટીતંત્રને બચાવ કામગીરી માટે તમામ જરૂરી મશીનરી તહેનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો અને મૃતકો માટે રૂ. 7 લાખની આર્થિક સહાયની પણ જાહેરાત કરી.
બોટ અકસ્માત બાદ રેસક્યું મિશન શરૂ (તસવીર: મિડ-ડે)
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું કે, બુધવારે સાંજે એલિફન્ટા ગુફાઓ (Ferry Capsized near Mumbai) નજીક એક બોટ ફેરી સાથે અથડાતાં તે પલટી જવાથી બે મુસાફરોના મોત થયા છે. નીલકમલ નામની આ બોટ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી બપોરે 3.15 કલાકે એલિફન્ટા આઈલેન્ડ માટે રવાના થઈ હતી. મુંબઈ પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, એલિફન્ટા આઈલેન્ડ/બુચર આઈલેન્ડ નજીક બપોરે 3.55 વાગ્યે એક એક નાની સ્પીડ બોટ તેની સાથે અથડાઈ જતાં ફેરી પલટી ગઈ હતી.
નવીનતમ અપડેટ્સ મુજબ, ફેરીમાં (Ferry Capsized near Mumbai) ક્રૂના પાંચ સભ્યો સહિત 110 લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોની હાલત ગંભીર છે અને 13 લોકોના મોત થયા છે. બાકીના લોકોની સ્થિતિ સ્થિર છે, BMCએ જણાવ્યું હતું. 56 મુસાફરોને નવી મુંબઈની જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે વધુ ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
View this post on Instagram
દરમિયાન, નેવી ડોકયાર્ડમાં સારવાર દરમિયાન એક મુસાફરનું મોત થયું હતું, જ્યારે બાકીના 31ની હાલત સ્થિર છે. અશ્વિની હૉસ્પિટલમાં (Ferry Capsized near Mumbai) દાખલ એકલા મુસાફરની હાલત પણ નાજુક છે. 12 દર્દીઓ કરંજે હૉસ્પિટલમાં અને નવ દર્દીઓ સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તમામ મુસાફરોની હાલત સ્થિર છે, એમ મુંબઈ મહાનગર પાલિકાએ જણાવ્યું હતું. અગાઉ, ભારતીય નૌકાદળે દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ સાથે સંકલન કરીને શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
બચાવ કામગીરી માટે નૌકાદળની 11 બોટ, ત્રણ મરીન પોલીસ બોટ અને ભારતીય કોસ્ટ ગાર્ડની (Ferry Capsized near Mumbai) એક બોટ તહેનાત કરવામાં આવી છે. આ જહાજોની સાથે, ચાર હેલિકૉપ્ટર પણ તહેનાત કરવામાં આવ્યા છે, સંરક્ષણના જનસંપર્ક અધિકારીએ માહિતી આપી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ જિલ્લા વહીવટીતંત્રને બચાવ કામગીરી માટે તમામ જરૂરી મશીનરી તહેનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો અને મૃતકો માટે રૂ. 7 લાખની આર્થિક સહાયની પણ જાહેરાત કરી. આ સાથે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ ઘટનાની પરિસ્થિતિ અંગે મુંબઈ શહેર સંજય યાદવ અને રાયગઢ જિલ્લા કલેક્ટર કિસન જવાલેના સંપર્કમાં છે. તેણે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પોર્ટ્સ) સુધાકર પઠારે સાથે પણ ફોન પર વાત કરી હતી. શિંદેએ અધિકારીઓને નેવી, જેએનપીટી, ભારતીય કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવ કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સાંજે 7.30 વાગ્યા સુધી 101 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા.
View this post on Instagram
અરબ સાગરમાં થયેલા આ ભયાનક અકસ્માતનો વીડિયો (Ferry Capsized near Mumbai) સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક હાઈ સ્પીડ બોટ જેમાં કેટલાક લોકો સવાર હતા તે એકદમ જડપથી આવીને મિસાફરોથી ભરેલી એક મોટી બોટ સાથે અથડાય છે. આ ઘટનામાં મલાડના કુરાર ગામનો રહેવાસી 14 વર્ષનો તરુણ ભાટિયા, સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલમાં દાખલ બચેલા લોકોમાંથી એક છે અને તે તેના માતા પિતા, મોટા ભાઈ અને ભાભી સાથે એલિફન્ટા ગુફામાં જઈ રહ્યો હતો. તેના પરિવારના અન્ય સભ્યનો પત્તો લાગ્યો નથી. આ ઘટના બાબતે બીજા મહત્ત્વના અપડેટ્સ સવાર સુધીમાં આવશે એમ સીએમએ કહ્યું હતું.