માસ્ક ન પહેરનારા લોકો પાસેથી પૈસા વસૂલ કરતા બનાવટી પોલીસની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
જાહેર સ્થળોએ માસ્ક વિના ફરતા લોકો પાસેથી પોલીસનો સ્વાંગ રચીને પૈસા વસૂલ કરનારા ૩૫ વર્ષના એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.
પોલીસ-કર્મચારીના સ્વાંગમાં રિક્ષાચાલક પાસેથી ૫૦૦૦ રૂપિયા લૂંટી લેનારા અનિલ તાવડેને માહિમ પોલીસે બુધવારે ઝડપી લીધો હતો. તાવડેએ રિક્ષા ઊભી રખાવીને ડ્રાઇવર પર માસ્ક યોગ્ય રીતે પહેર્યો ન હોવાનો આરોપ લગાવ્યો હતો. પછી રિક્ષાચાલકને નિર્જન સ્થળે લઈ જઈને તેના ૫૦૦૦ રૂપિયા લૂંટી લીધા હતા. રિક્ષાચાલકે નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીને પકડી લેવાયો હતો.
ADVERTISEMENT
પૂછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતું કે મેં અન્ય ઘણા લોકો પાસેથી આ રીતે પૈસા વસૂલ્યા હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

