મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સાથે આજે નવી મુંબઈમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) સાથે આજે નવી મુંબઈમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (Shree Venkateswara Swami Mandir)નું ભૂમિપૂજન કર્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બુધવાર, 7 જૂન, 2023ના રોજ નવી મુંબઈમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી. મહારાષ્ટ્રમાં પ્રથમ TTD મંદિર તરીકે આંધ્ર પ્રદેશમાં તિરુમાલા મંદિર એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
#WATCH महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे ने उपमुख्यमंत्री देवेंद्र फडणवीस के साथ आज नवी मुंबई में श्री वेंकटेश्वर स्वामी मंदिर का भूमि पूजन किया। pic.twitter.com/LkuatYlqY1
— ANI_HindiNews (@AHindinews) June 7, 2023
ADVERTISEMENT
શું કહ્યું એકનાથ શિંદેએ?
ટ્વિટર પર એકનાથ શિંદે (Eknath Shinde)એ લખ્યું છે કે, “શ્રી તિરુમાલા તિરુપતિ દેવસ્થાન વતી નવી મુંબઈના ઉલ્વેમાં શ્રી વેંકટેશ્વરના નવનિર્મિત મંદિરનો ભવ્ય ભૂમિપૂજન સમારોહ આજે ખૂબ જ પવિત્ર વાતાવરણમાં યોજાયો હતો.”
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ વધુમાં કહ્યું છે કે, તેમણે આ ભૂમિપૂજન સમારોહ માટે દરેકને અભિનંદન પાઠવ્યા હતા અને અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ સમારોહ બધા માટે આનંદનો વિષય છે. તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે સામાન્ય લોકો હવે મહારાષ્ટ્રની આ ધરતી પર આવીને તિરુપતિ બાલાજીના દર્શન કરી શકશે એ ખુશી અને સંતોષની વાત છે. દરેક વ્યક્તિ જે તિરુપતિ બાલાજીના દર્શન કરીને આધ્યાત્મિક અનુભવ મેળવવા માગે છે, તેમના માટે આ અદ્ભુત અનુભવ છે.
મુખ્યપ્રધાન શિંદેએ આભાર માન્યો
મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)એ કહ્યું છે કે, “મહારાષ્ટ્રમાં આ મંદિર બનાવવાનો નિર્ણય લેવા બદલ તિરુમાલા ટ્રસ્ટનો આભાર. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ રાજ્ય સરકાર તરફથી આ ટ્રસ્ટને મદદ કરવા તૈયાર છે. આ ઉમદા કાર્યમાં મદદ કરનાર દરેકનો આભાર.”
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે જણાવ્યું હતું કે રાજ્ય કૅબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે અને એની ટાઇમલાઇન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નક્કી કરશે. તેમણે એમ પણ કહ્યું કે શિંદેના નેતૃત્વમાં શિવસેના અને બીજેપી સાથે મળીને તમામ ચૂંટણી લડશે. આ સંદર્ભની ચર્ચા દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથેની તેમની બેઠક દરમ્યાન થઈ હતી.
આ પણ વાંચો: ગવર્નમેન્ટ હૉસ્ટેલમાં રહેતી યુવતી પર રેપ અને હત્યા
ગયા વર્ષે ૯ ઑગસ્ટે શિંદે-ફડણવીસ સરકાર જૂનમાં સત્તા પર આવ્યા બાદ ૧૮ પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે નિયમ અનુસાર રાજ્યમાં મંત્રી પરિષદમાં મહત્તમ ૪૩ સભ્યો હોઈ શકે છે. જોકે શિંદે કે ફડણવીસે મંત્રી પરિષદના વિસ્તરણ માટે કોઈ ચોક્કસ સમયરેખા આપી નહોતી.