Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દશેરાના મુરતે દાદરની ફૂલ-માર્કેટમાં ગલગોટો સસ્તો મળ્યો , બાકી ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા

દશેરાના મુરતે દાદરની ફૂલ-માર્કેટમાં ગલગોટો સસ્તો મળ્યો , બાકી ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા

Published : 20 October, 2026 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે ગલગોટાનું ઉત્પાદન વધુ હોવાથી એના ભાવ કન્ટ્રોલમાં હતા; પણ ગુલાબ, જુઈ, મોગરો ઊંચા ભાવે વેચાઈ રહ્યાં હતાં.

દાદરની ફૂલ-માર્કેટમાં ખરીદી માટે મુંબઈગરાઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. તસવીર: આશિષ રાજે

દાદરની ફૂલ-માર્કેટમાં ખરીદી માટે મુંબઈગરાઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. તસવીર: આશિષ રાજે


નવરાત્રિ દરમ્યાન પણ ફૂલોની માગણી તો હતી જ, પણ આજના દશેરાના શુભ મુરતે ગઈ કાલે દાદરની ફૂલમાર્કેટમાં લોકોએ ફૂલ લેવા ધસારો કર્યો હતો અને એની અસર એના ભાવ પર પડી હતી. દશેરાએ ગલગોટા અને આસોપલાવનાં પાનનાં તોરણ મોટા ભાગની દુકાનો અને ઘર પર લગાવતા હોય છે એટલે ગલગોટાના ભાવ વધી જતા હોય છે. જોકે આ વર્ષે ગલગોટાનું ઉત્પાદન વધુ હોવાથી એના ભાવ કન્ટ્રોલમાં હતા; પણ ગુલાબ, જુઈ, મોગરો ઊંચા ભાવે વેચાઈ રહ્યાં હતાં. 

ગલગોટો ગઈ કાલે ૧૦૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યો હતો. ગયા વર્ષે ફાલ ઓછો ઊતર્યો હોવાથી એક કિલો ગલગોટો ૨૦૦થી ૩૦૦ રૂપિયે અને ક્યાંક તો એના કરતાં પણ વધુ ભાવે વેચાયો હતો. નવરાત્રિમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી વરસાદ આવતો હતો એને કારણે ગલગોટો ભીંજાઈ જતાં એના ફાલ પર એની અસર થતી હતી. જોકે આ વર્ષે વરસાદ ન હોવાથી પ્રોડક્શન વધુ થયું છે અને એટલે એના ભાવ અંકુશમાં રહ્યા છે. ગુલાબનાં ફૂલના ૧૮૦થી ૨૫૦ રૂપિયા તો મોગરો અને જૂઈના એક કિલો માટે ૧૨૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા. ચંપાનું એક ફૂલ ૧૦ રૂપિયે વેચાતું હતું. જાસૂદનું એક ફૂલ પાંચ રૂપિયે વેચાતું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK