અભિનેત્રી બે દિવસમાં ભારત પાછી આવશે
જેલમાંથી છુટ્યા બાદ ક્રિસન પરેરાએ ભાઈ સાથે વીડિયો કૉલમાં વાત કરી હતી જેની તસવીર તેના ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી
‘સડક ૨’ (Sadak 2) ફૅમ બોલિવૂડ અભિનેત્રી ક્રિસન પરેરા (Chrisann Pereira)ને ડ્રગ સ્મગલિંગ કેસમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ની શારજહાં જેલ (Sharjah Jail)માં કેદ કરવામાં આવી હતી. જોકે, આજે અભિનેત્રીને જેલમાંથી મુક્ત કરવામાં આવતા પરિવારજનોએ રાહતમો શ્વાસ લીધો છે. ક્રિસન પરેરા પર ટ્રોફીમાં ડ્રગ્સ છુપાવવાનો આરોપ હતો. હવે તેની સામેના આરોપો ખોટા હોવાનું પુરવાર થતા તેને આજે જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. બહુ જલ્દી અભિનેત્રી ક્રિસન પરેરા ભારત આવશે તેવી આશા છે.
ક્રિસન પરેરા પર ટ્રોફીમાં ડ્રગ્સ છુપાવવાનો આરોપ હતો. અભિનેત્રી ક્રિસન પરેરાને શારજહાંની જેલમાંથી મુક્તિ મળ્યા બાદ મુંબઈ પોલીસ (Mumbai Police)ના જોઈન્ટ કમિશનર લક્ષ્મી ગૌતમે કહ્યું કે, અભિનેત્રી ૪૮ કલાકની અંદર ભારત પરત ફરે તેવી અપેક્ષા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime Branch)એ શારજહાં જેલમાં બંધ ક્રિસન પરેરાના કેસની તપાસ કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ૨૪ એપ્રિલે કેસ નોંધ્યો હતો અને આ કેસના મુખ્ય આરોપી એન્થોની પોલ અને રાજેશ બોબટેની ધરપકડ કરી હતી. આ કેસની ધરપકડ અને તપાસ અંગેનો સંપૂર્ણ અહેવાલ વિદેશ મંત્રાલય સાથે શૅર કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે સંયુક્ત આરબ અમીરાતની સરકાર અને ડ્રગ્સ ઇન્ફર્મેશન એજન્સી સાથે માહિતી શેર કરી હતી. જેના પગલે અભિનેત્રીને જેલમાંથી મુક્ત કરવામાં આવી.
ADVERTISEMENT
આ પણ વાંચો –‘Sadak 2’ની અભિનેત્રી ક્રિસન પરેરાની ડ્રગ્સ મામલે ધરપકડ, શારજહાં જેલમાં છે બંધ
શું હતો મામલો?
અભિનેત્રી ક્રિસન પરેરા પહેલી એપ્રિલથી શારજહાં જેલમાં કેદ હતી. આરોપી રાજેશ બુભાટે (રવિ) દ્વારા અભિનેત્રીને આપવામાં આવેલી ટ્રોફીમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. ક્રિસન પરેરાના પાડોશી એન્થોની પોલ પણ આ કેસમાં આરોપી છે. રવિને માસ્ટરમાઇન્ડ એન્થોની પોલે પ્લાનનો ભાગ બનાવ્યો હતો, જે તેનો ભાઈ છે. એક જુના મામલે આરોપી રવિ અને એન્થોનીએ બદલો લેવા માટે ક્રિસનને ડ્રગ્સ કેસની જાળમાં ફસવી હતી. કોવિડ-૧૯ માર્ગદર્શિકા અને સોસાયટીમાં પાલતુ પ્રાણીઓના મુદ્દાઓ પર લોકડાઉન દરમિયાન ક્રિસનની માતાની બહેન સાથે દલીલો થઈ હતી અને ક્રિસનની માતા સામે બદલો લેવા માટે આરોપીઓએ આખું કાવતરું રચ્યું હતું. આરોપીઓએ મળીને પરેરાને ઇન્ટરનેશનલ વેબ સિરીઝ માટે ઓડિશનના નામે શારજહાં મોકલી અને તેને ડ્રગ્સથી ભરેલી ટ્રોફી આપી હતી. આ પછી અભિનેત્રીની શારજહાંમાં ધરપકડ કરવામાં આવી હતી.


