આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગની પ્રક્રિયા પછી ૧૦ વર્ષના સમયગાળા માટે કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો
મુંબઈ મેટ્રો
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને શુક્રવારે દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડને કોલાબા-બાંદરા-સીપ્ઝ મેટ્રોની લાઇન ૩ના સંચાલન અને જાળવણી માટેનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. એ શહેરનો સૌથી પહેલો અન્ડરગ્રાઉન્ડ કૉરિડોર છે.
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને એક રિલીઝમાં જણાવ્યું હતું કે ‘આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગની પ્રક્રિયા પછી ૧૦ વર્ષના સમયગાળા માટે કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન સૌથી ઓછી સફળ બિડર તરીકે ઊભરી આવી હતી. દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન મેટ્રો લાઇનની ડે-ટુડે કામગીરી માટે જવાબદાર રહેશે, જેમાં ઑપરેશન કન્ટ્રોલ સેન્ટર, ડેપો કન્ટ્રોલ સેન્ટર, સ્ટેશન, રનિંગ ટ્રેન, ટ્રેનની જાળવણી અને તમામ મેટ્રો સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન અને મુસાફરોની સુનિશ્ચિત સલામતીનો સમાવેશ થાય છે. દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન ભારતની મેટ્રો રેલ સેક્ટરમાં અગ્રણી છે, જેણે બે દાયકાથી વધુ સમયથી દિલ્હી મેટ્રોનું સફળતાપૂર્વક સંચાલન અને જાળવણી કરી છે.’