CREDAI-MCHIના અધ્યક્ષ જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે આ સ્પર્ધામાં સ્કૂલના ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવી હતી
એકનાથ શિંદે
શિવસેના પ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગઈ કાલે જન્મદિવસ નિમિત્તે CREDAI-MCHI, થાણે દ્વારા થાણેના હાઇલૅન્ડ ગાર્ડનમાં આવેલા ગ્રાઉન્ડમાં ચિત્રકળા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશે CREDAI-MCHIના અધ્યક્ષ જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે આ સ્પર્ધામાં સ્કૂલના ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. પહેલા નંબરે આવેલા એક ગ્રુપના પ્રત્યેક ત્રણ વિદ્યાર્થીને ૯૦૦૦ રૂપિયા, બીજા ગ્રુપના પ્રત્યેક ત્રણ વિદ્યાર્થીને ૭૦૦૦ રૂપિયા અને ત્રીજા ગ્રુપના પ્રત્યેક વિદ્યાર્થીને ૪૦૦૦ રૂપિયાનાં ઇનામ આપવામાં આવ્યાં હતાં. ઉપરાંત દરેક ગ્રુપના બે વિદ્યાર્થીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

