નવી મુંબઈ અને પનવેલમાં રોજ 100થી ઓછા કેસ આવે છે
પનવેલ અને ડોમ્બિવલી જનારા મુસાફરો દાદરમાં બસની રાહ જોઈ રહ્યા છે. ફાઇલ તસવીર.
નવી મુંબઈ અને પનવેલમાં કોવિડ-19ના કેસની સંખ્યા ઘટીને દરરોજ ૧૦૦ કરતાં નીચે પહોંચી છે, જે બન્ને વિસ્તારમાં રિકવરીનું પ્રમાણ વધી રહ્યું હોવાનું સૂચિત કરે
રોગનાં લક્ષણ ધરાવતા દરદીઓની સંખ્યામાં ઘટાડો થવાની સાથે એક અઠવાડિયા અગાઉ હાથ ધરવામાં આવેલાં દૈનિક પરીક્ષણોમાં પણ લગભગ ત્રણગણો ઘટાડો થયો હતો. જોકે અધિકારીઓએ સરપ્રાઇઝ ટેસ્ટ કરવાની તેમ જ ગિરદી ધરાવતા વિસ્તારોમાં પરીક્ષણો તીવ્ર બનાવવાની યોજના બનાવી છે, જેની પાછળનું મુખ્ય કારણ કે એસિમ્પ્ટોમૅટિક દરદીઓ વાઇરસ ફેલાવી શકે છે અને ચેપનો બીજો હુમલો લાવી શકે છે એવો ડર છે.
ADVERTISEMENT
રોગનાં લક્ષણ ધરાવતા પેશન્ટ્સની સંખ્યામાં ઘટાડો થતાં કોવિડ-19ની ટેસ્ટ માટે આવનારા પેશન્ટની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
પહેલાં નવી મુંબઈ અને પનવેલમાં દરરોજ અનુક્રમે ૩૦૦ અને ૨૦૦ નવા કેસ નોંધાતા હતા. નવી મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી અને પનવેલમાં લગભગ છેલ્લા એક મહિનાથી નવા કેસની સંખ્યા ઘટીને ૧૦૦ની નીચે પહોંચી ગઈ છે.
નામ ન આપવાની શરતે એનએમએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે રોજની ૧૦૦૦ જેટલી ટેસ્ટ કરીએ છીએ જેમાંથી ૬૦ ટકા આરટીપીસીઆર અને બાકીની ઍન્ટિજન ટેસ્ટ પદ્ધતિથી થાય છે. જોકે એક અઠવાડિયા પહેલાં રોજની ૩૦૦૦ જેટલી ટેસ્ટ કરવામાં આવતી હતી.
સોમવારે એનએમએમસીમાં ૬૧, જ્યારે પનવેલમાં ૧૯ કેસ નોંધાયા હતા. રોજના નવા કેસમાં ઘટાડો થવા સાથે જ ઍક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
હાલમાં એનએમએમસીમાં ૧૧૧૫ ઍક્ટિવ કેસ છે, જ્યારે પનવેલમાં ૪૪૫ ઍક્ટિવ કેસ છે.
એનએમએમસી કોવિડ કેસ
કુલ કેસ - 46222
કુલ મૃત્યુ - 942
ઍક્ટિવ કેસ – 1115
પીએમસી કોવિડ કેસ
કુલ કેસ - 24447
કુલ મૃત્યુ - 567
ઍક્ટિવ કેસ – 445

