તમામ ૬ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP)-શિવસેનાના ઉમેદવારો જીતી ગયા હતા. મુંબઈમાં પાંચ વિધાનસભા મતવિસ્તારો એવા હતા જ્યાં કૉન્ગ્રેસ-NCP યુતિને ૨૦૧૪ કરતાં ૨૦૧૯માં ચાર ટકા મત વધારે મળ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની ૬ લોકસભા બેઠકો માટે ૨૦ મેએ મતદાન થવાનું છે ત્યારે ૨૦૧૪ અને ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીની આંકડાવારી પર નજર કરતાં જણાય છે કે ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં મોદીવેવ 2.0માં કૉન્ગ્રેસ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની યુતિને વધારે મત મળ્યા હતા. જોકે બેઉ સમયે તમામ ૬ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP)-શિવસેનાના ઉમેદવારો જીતી ગયા હતા. મુંબઈમાં પાંચ વિધાનસભા મતવિસ્તારો એવા હતા જ્યાં કૉન્ગ્રેસ-NCP યુતિને ૨૦૧૪ કરતાં ૨૦૧૯માં ચાર ટકા મત વધારે મળ્યા હતા.