દરવાજા ખૂલવા-બંધ થવામાં સમસ્યા છે, એસ્કેલેટરો ખોટકાઈ જાય છે
મુંબઈ મેટ્રો 3
કોઈ પણ નવા પ્રોજેક્ટની જેમ મુંબઈ મેટ્રો 3 એટલે કે ઍક્વા લાઇનમાં હાલમાં વારંવાર મુશ્કેલીઓ જોવા મળી રહી છે. આ મેટ્રો શરૂ થઈ એના પહેલા જ અઠવાડિયામાં પ્રવાસીઓને વારંવાર કોઈ ને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એસ્કેલેટરો ખોટકાઈ જતાં પ્રવાસીઓને દાદરા ચડવા પડી રહ્યા છે. ટ્રેનના દરવાજા ખૂલતા નથી અથવા લાંબો સમય સુધી ખુલ્લા રહે છે.
અધિકારીઓ જણાવી રહ્યા છે કે આ સૉફ્ટવેરની સમસ્યા છે અને આગામી દિવસોમાં એનું નિરાકરણ લાવવામાં આવશે.
ગુરુવારે રાત્રે ૮.૪૨ વાગ્યે મરોલ નાકા આવેલી BKC મેટ્રોના દરવાજા ખૂલ્યા નહીં અને પ્રવાસીઓને સહાર રોડ સ્ટેશન પર ઊતરવું પડ્યું.પહેલા દિવસે ૧૨.૦૨ વાગ્યે T2 પર BKC તરફ જતી ટ્રેનના દરવાજા એક મિનિટ સુધી ખૂલ્યા નહીં. વળી ટ્રેન અને પ્લૅટફૉર્મના દરવાજા પણ સિન્ક થતા નહોતા. ટ્રેનને આગળ-પાછળ કરવી પડી હતી.
ADVERTISEMENT
જોકે આ મુદ્દે મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવી ટ્રેનોમાં ઑટોનૉમસ મોબિલિટી અથવા તો ઑટોમૅટિક ટ્રેન ઑપરેશન પ્રણાલી લગાડવામાં આવી છે. હાલમાં આ ટ્રેનોને લિમિટેડ મૅનરમાં મૅન્યુઅલ મોડમાં ચલાવવામાં આવે છે અને એથી એમાં ખામી સર્જાય છે. જેમ-જેમ ફુલ્લી ઑટોમૅટિક મોડમાં ટ્રેનો દોડાવવામાં આવશે એ પછી આ સમસ્યા દૂર થઈ જશે.