રાજધાની એક્સપ્રેસમાંથી એક બેદરકારીની ઘટના સામે આવી છે. જેમાં રેલવે (railway) તરફથી મોટી લાપરવાહી સામે આવી છે. જેના પર સોશિયલ મીડિયા (Social Media) યૂઝર્સ ખૂબ જ ઉગ્ર દેખાઈ રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
બેદરકારીના અનેક કિસ્સા હાલ સતત સામે આવી રહ્યા છે. કેટલાક લોકો પોતાના કામ પ્રત્યે ખૂબ જ બેદરકારી દાખવી રહ્યા છે. જેના કારણે મોટાભાગે આવા કિસ્સા સામે આવતા દેખાય છે. તાજેતરમાં જ રાજધાની એક્સપ્રેસમાંથી એક બેદરકારીની ઘટના સામે આવી છે. જેમાં રેલવે (railway) તરફથી મોટી લાપરવાહી સામે આવી છે. જેના પર સોશિયલ મીડિયા (Social Media) યૂઝર્સ ખૂબ જ ઉગ્ર દેખાઈ રહ્યા છે.
હકિકતે આ વખતે કેટરિંગ ડિપાર્ટમેન્ટની ભૂલને કારણે રેલવે વિભાગને પ્રશ્નોના પેલીસોડમાં ઊભા કરી દીધા છે. માહિતી પ્રમાણે દિલ્હીથી (Delhi) મુંબઈ (Mumbai) જતી રાજધાની એક્સપ્રેસમાં (Rajdhani Express) પ્રવાસ કરનાર એક શખ્સે પોતાની નાનકડી બાળકી માટે એક ઑમલેટ ઑર્ડર કર્યું હતું. જેમાં કેટરિંગ ડિપાર્ટમેન્ટની બેદરકારીને કારણે તેમને એક વાંદો પણ સર્વ કરી દેવામાં આવ્યો.
ADVERTISEMENT
16dec2022,We travel from Delhi by (22222). In morning, we ordered extra omlate for baby. See attach photo of what we found! a cockroach? My daughter 2.5 years old if something happened so who will take the responsibilities @PMOIndia @PiyushGoyal @PiyushGoyalOffc @RailMinIndia pic.twitter.com/X6Ac6gNAEi
— Yogesh More - designer (@the_yogeshmore) December 17, 2022
ઑમલેટમાં મળ્યો વાંદો
અઢી વર્ષની બાળકીના ઑમલેટમાં મળેલા વાંદાને જોઈને પરિવારજનો સ્તબ્ધ રહી ગયા. જેના પછી બાળકીના પિતાએ વાંદાવાળા આ ઑમલેટની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રેલવે મંત્રાલય સહિત વડાપ્રધાન ઑફિસને ટેગ કરી મોટો પ્રશ્ન પૂછ્યો છે. તેમણે આ ભૂલ પર કોઈના જીવના જોખમનો હવાલો આપતા આની જવાબદારી પર પ્રશ્ન ખડો કર્યો છે.
આ પણ વાંચો : બૅન્ગલોર-ઉડિપી રેલવેલાઇનનો ડ્રોનની નજરે મંત્રમુગ્ધ કરતો વ્યુ
તસવીર જોઈને યૂઝર્સ સ્તબ્ધ
ટ્વિટર પર યોગેશ મોરે નામના અકાઉન્ટ પરથી તસવીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ઑમલેટ પર વાંદો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જે રાજધાની એક્સપ્રેસમાં થયેલી આ પ્રકારની ભૂલ પર કેટરિંગ ડિપાર્ટમેન્ટથી લઈને રેલવેની ભૂલ અને બેદરકારી પર પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ આને જોઈ યૂઝર્સ ખૂબ જ ગુસ્સામાં દેખાય છે.