થાણેમાંથી ૯.૫૭ લાખનો ગાંજો પકડાયો
પ્રતીકાત્મક તસવીર
થાણે રેલવે-સ્ટેશન નજીકથી પોલીસે ૯.૫૭ લાખ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો હતો. જોકે પ્રતિબંધિત ડ્રગ લઈ જઈ રહેલા બે પેડલર્સ ભાગવામાં સફળ રહ્યા હતા.
થાણે શહેર પોલીસે જણાવ્યું હતું કે પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કરવા સાથે બે અજાણ્યા શખસ વિરુદ્ધ કોપરી પોલીસ-સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ બુધવારે સવારે સવાત્રણ વાગ્યાના સુમારે પૅટ્રોલિંગની ડ્યુટી પરની પોલીસટીમે બે શખસને રિક્ષામાં ભરેલી ગૂણીઓ ચડાવતા જોયા હતા.
ADVERTISEMENT
પોલીસે ગૂણીમાંની ચીજ વિશે પૂછપરછ કરતાં તેમણે એમાં ચોખા અને કપડાં હોવાનું જણાવ્યું હતું. પોલીસ બૅગ ચેક કરી રહી હતી તે વેળાએ બન્ને જણ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આ ગૂણીમાં ૯.૫૭ લાખ રૂપિયાનો ૪૪.૩૬ કિલો ગાંજો હતો.

