તેની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ડિરેક્ટરેટ ઑૅફ રેવન્યુ ઇન્ટેલિજન્સે બ્રાઝિલની મહિલાની ૧૧.૧ કરોડના લિક્વિડ કોકેન સાથે ધરપકડ કરી હતી. ચોક્કસ માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી હેઠળ સાઓ પાઉલોથી આવેલી આ મહિલાની ચકાસણી કરવામાં આવતાં તેના અન્ડર-ગાર્મેન્ટમાં તેણે ચોર ખિસ્સા બનાવી એમાં
છુપાવેલાં ૭ પાઉચ મળી આવ્યાં હતાં. એ પાઉચમાં લિક્વિડ કોકેન સંતાડેલું હતું. ઑફિસરોએ કોકેન જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. તેની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

