રેલવેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ હાવડા મેલમાં બ્લાસ્ટની ધમકી આપવામાં આવી. ધમકી બાદ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ અલર્ટમાં મોડમાં આવી ગઈ છે અને તેમણે આખી ટ્રેનમાં શોધ અભિયાન ચલાવ્યો. બ્લાસ્ટની ધમકી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ `એક્સ` પર આપવામાં આવી.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- મુંબઈ હાવડા મેલમાં બૉમ્બ હોવાની ધમકી
- ફઝલુદ્દીન નામના અકાઉન્ટ પરથી X (પૂર્વે ટ્વિટર) પર કરવામાં આવી પોસ્ટ
- 2 કલાકની તપાસ પછી પોલીસે બૉમ્બ હોવાની ધમકીને ગણાવી અફવા
રેલવેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ હાવડા મેલમાં બ્લાસ્ટની ધમકી આપવામાં આવી. ધમકી બાદ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ અલર્ટમાં મોડમાં આવી ગઈ છે અને તેમણે આખી ટ્રેનમાં શોધ અભિયાન ચલાવ્યો. બ્લાસ્ટની ધમકી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ `એક્સ` પર આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટાઈમર દ્વારા નાસિક બાદ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી. `એક્સ` પોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસ માટે અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
બૉમ્બ બ્લાસ્ટની ધમકીની ઘટના બાદ મુંબઈ હાવડા મેલને સોમવારે સવારે ચાર વાગ્યે જળગાંવમાં થોભાવીને તપાસ કરવામાં આવી. લગભગ બે કલાક સુધી તતપાસ કર્યા બાદ સુરક્ષાકર્મચારીઓને કંઈપણ શંકાસ્પદ મળ્યું નહીં. જેના પછી કહેવામાં આવ્યું કે બૉમ્બ મળવાની ધમકી માત્ર અફવા સાબિત થઈ.
ADVERTISEMENT
ફઝલુદ્દીન નામના શખ્સે આપી ધમકી
ફઝલુદ્દીન નામના અકાઉન્ટ દ્વારા ટ્રેનને ઉડાડવાની ધમકી આપવામાં આવી. આમાં લખ્યું હતું કે, "ક્યા રે હિંદુસ્તાની રેલવે આજ સુબહ ખૂન કે આંસૂ રોઓગે તુમ લોક આજ ફ્લાઈટ મેં ભી બમ રખવાયા હૈ ઔર 12809 ટ્રેન મેં ભી રખવાયા હૈ નાસિક આને સે પહેલે બડા ધમાકા હોગા"
મુંબઈથી ન્યૂયૉર્ક જતી ફ્લાઈટને પણ આપવામાં આવી ધમકી
તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલા એર ઈન્ડિયાના પ્લેનમાં પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી પ્લેનને દિલ્હી તરફ વાળવામાં આવ્યું હતું. હાલ શોધખોળ ચાલુ છે. જે બાદ પ્લેનને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ફ્લાઇટની સંપૂર્ણ તપાસ કરી રહી છે.
આ અંગેની માહિતી દિલ્હી પોલીસે આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકીને જોતા તેને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. એરક્રાફ્ટ હાલમાં IGI એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ છે અને બોર્ડમાં મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાના વિમાને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રાત્રે 2 વાગે ઉડાન ભરી હતી. પ્લેન ન્યુયોર્ક જઈ રહ્યું હતું. ટેકઓફના થોડા સમય બાદ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, ત્યારબાદ તેને દિલ્હી તરફ વાળવામાં આવી હતી.
નોંધનીય છે કે, મુંબઈ (Mumbai) થી ન્યુ યોર્ક (New York) જઈ રહેલા ઍર ઈન્ડિયા (Air India)ના વિમાનમાં બોમ્બની ધમકી (Air India Bomb Threat) બાદ હંગામો મચી ગયો હતો. ત્યારબાદ પ્લેનને દિલ્હી (Delhi) એરપોર્ટ તરફ વાળવામાં (Air India Flight Diverted) આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે અને વધુ તપાસ ચાલી રહી છે.