BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ થાણેમાં કહ્યું...
જે. પી. નડ્ડા
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટી (BJP) ભારતના બંધારણને બદલવા માગે છે એ વિશે ચૂંટણીપ્રચારમાં બોલી રહ્યા છે. આ બાબતે ગઈ કાલે થાણે આવેલા BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કહ્યું કે ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરે બનાવેલા ભારતના બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ જોગવાઈ નથી. રાહુલ ગાંધીને બંધારણની ABCની પણ સમજ નથી પડતી એટલે તેઓ સતત બંધારણ વિશે ખોટી વાતો ફેલાવીને મોહબ્બતની દુકાન ચલાવી રહ્યા છે. તેઓ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીપ્રચારમાં બંધારણની કોરી કૉપી બતાવીને લોકોને ભરમાવી રહ્યા છે. આપણે વોટબૅન્કની રાજનીતિને અટકાવવી જોઈએ. કૉન્ગ્રેસ પછાત વર્ગને ભોગે મુસ્લિમોને આરક્ષણ આપવાની વાત કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કોઈ જાત કે ધર્મ પ્રત્યે ભેદભાવ નથી રાખ્યો.’