વાયરલ થયેલી પોસ્ટ્સમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લૅટિનમ એમ વિવિધ કૅટેગરીમાં પૅકેજોની યાદી આપવામાં આવી છે. કેટલીક પોસ્ટ્સમાં રૂ. 1,000 થી રૂ. 2,000 સુધીના ભાવ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે અન્યમાં રૂ. 3,000 થી રૂ. 6,500 વચ્ચેના દરોનો ઉલ્લેખ છે.
નવરાત્રિમાં ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’નો વિવાદ વધ્યો
ગણેશોત્સવની સમાપ્તિ સાથે જ નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તહેવારની સાથે `ગરબા નાઈટ્સ` જેવા કાર્યક્રમો પણ શરૂ થવા જઈ રહ્યા છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ (ગરબા પાર્ટનર ભાડે મેળવો)ની જાહેરાત કરતી પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ્સ સામે આવ્યા બાદ, આ મામલો સાયબર ક્રાઈમ અધિકારીઓની નજરમાં આવ્યો છે. અહેવાલો સૂચવે છે કે ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ના પોસ્ટર્સ માત્ર મુંબઈમાં જ નહીં, પરંતુ દેશના અન્ય ઘણા શહેરોમાં પણ જોવા મળ્યા છે. આ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ગરબા પાર્ટનર પૂરા પાડવાનો દાવો કરે છે.
સિલ્વર, ગોલ્ડ અને પ્લૅટિનમ પૅકેજ
ADVERTISEMENT
વાયરલ થયેલી પોસ્ટ્સમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લૅટિનમ એમ વિવિધ કૅટેગરીમાં પૅકેજોની યાદી આપવામાં આવી છે. કેટલીક પોસ્ટ્સમાં રૂ. 1,000 થી રૂ. 2,000 સુધીના ભાવ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે અન્યમાં રૂ. 3,000 થી રૂ. 6,500 વચ્ચેના દરોનો ઉલ્લેખ છે. આ પોસ્ટ્સમાં બે કલાકથી લઈને આખી રાત સુધી ગરબા પાર્ટનરની સર્વિસ ઉપરાંત ડાન્સ શીખવવો, મૅચિંગ આઉટફિટ્સ (એકસરખા કપડાં), સૅલ્ફી, ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ફોટોગ્રાફી જેવી સર્વિસની જાહેરાત કરવામાં આવી છે. કેટલીક પોસ્ટ્સમાં કપાળ પર કિસ (ફોરહેડ કિસ), મોડી રાત્રે ડિનર જવું અને પાર્ટનરને ઘરે મૂકી આવવા જેવી સર્વિસનો પણ ઉલ્લેખ છે. મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા તેમજ આ જાહેરાતો સાથે સંકળાયેલી છેતરપિંડીની શક્યતા અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાજપના ધારાસભ્યએ ઍપ બંધ કરવાની માગ કરી
Ahmedabad DCP (Cyber Crime) Lavina Sinha said social media posts offering Garba partners for rent in exchange for money have been going viral ahead of Navratri. The posts offer partners for a certain amount to accompany people to Garba venues or spend the day doing Garba hopping, prompting police attention.
— Mid Day (@mid_day) September 21, 2026
ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ ઍપને તાત્કાલિક બંધ કરવાની માગ કરી છે. તેમણે મીરા-ભાયંદર વસઈ-વિરારના કમિશનર અનિકેત કૌશિકને લેખિત વિનંતી કરી છે. નરેન્દ્ર મહેતાએ ઍપના માલિકો, નિર્માતાઓ અને જાહેરાતકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે પોલીસને મહિલાઓ અને યુવતીઓને સંભવિત છેતરપિંડીથી બચાવવા માટે જાગૃતિ અભિયાન શરૂ કરવા પણ અનુરોધ કર્યો છે. અગાઉ, ભાજપના નેતા સંજય ઉપાધ્યાયે પણ મુંબઈ પોલીસને પત્ર લખીને ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ જાહેરાતો પાછળના લોકોની ઓળખ અને તેમના ઈરાદાઓની તપાસ કરવાની માગ કરી હતી. ઉપાધ્યાયે સોશિયલ મીડિયા અને ડેટિંગ ઍપ્સ દ્વારા આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાની શક્યતા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે વાયરલ જાહેરાતોની વિશ્વસનીયતા તેમજ આયોજકો અને તેની પાછળ રહેલા લોકોની વિગતોની તપાસ કરવાની માગ કરી હતી. હવે, નરેન્દ્ર મહેતાની વિનંતી બાદ આ મામલે કાર્યવાહીની માગ વધુ તીવ્ર બની છે.
બોરીવલી: ફાલ્ગુની પાઠક-ગીતા રબારીના ગરબામાં મુસ્લિમોને `નો એન્ટ્રી`, BJP MLAની જાહેરાત
મહારાષ્ટ્રમાં નવરાત્રિ દરમિયાન ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોની એન્ટ્રી અંગે વિવાદ ચાલી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ પણ ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગનું સમર્થન કર્યું છે. VHP એ આયોજકોને ઓળખની ચકાસણી અને કેટલાક સ્થળોએ કપાળ પર `તિલક` લગાવવા જેવા પગલાં અમલમાં મૂકવા અનુરોધ કર્યો છે. દરમિયાન, મુંબઈના બોરીવલીમાં યોજાનારા એક મોટા ગરબા કાર્યક્રમ અંગે મુદ્દો ઊભો થયો છે. આ કાર્યક્રમમાં ગાયિકા ગીતા રબારી અને `ગરબા ક્વીન` ફાલ્ગુની પાઠક જેવા મોટા કલાકારો પરફોર્મ કરવાના છે.
