કાઉન્સિલર તુષાર આપટેએ કુલગાંવ-બદલાપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાંથી રાજીનામું આપી દીધું છે.
તુષાર આપટે
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નૉમિનેટ કરવામાં આવેલા કાઉન્સિલર તુષાર આપટેએ કુલગાંવ-બદલાપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાંથી રાજીનામું આપી દીધું છે. ૨૦૨૪ના બદલાપુરના પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળના કેસમાં તેમનું સહઆરોપી તરીકે નામ હોવાને કારણે પાર્ટીની સ્ટેટ લીડરશિપે કાઉન્સિલરને જાતે રાજીનામું આપી દેવાનો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે. POCSOના આરોપોનો સામનો કરી રહેલા તુષાર આપટેને BJPએ નૉમિનેશન આપ્યું હોવાથી સ્થાનિક સ્તરે ભારે રોષ હોવાનું જાણવા મળ્યું હતું. લોકોનો આક્રોશ વધુ ફાટી નીકળવાના ભયને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
BMC ઇલેક્શનનું કાઉન્ટડાઉન શરૂઃ સરકારી અધિકારીઓએ મતદાન કર્યું
ADVERTISEMENT

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટે ૧૫ જાન્યુઆરીએ મતદાન થવાનું છે; પણ ચૂંટણી-અધિકારીઓ, અન્ય કર્મચારીઓ અને મતદાનકેન્દ્રોના સંચાલનમાં કાર્યરત રહેનારા સ્ટાફે તો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લીધો હતો. વોટિંગની પ્રોસેસ સારી રીતે પાર પાડવા માટે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મુખ્ય આધાર સમાન હોય છે. જોકે તે લોકો પણ વોટ આપી શકે એ માટે આ રીતે પોસ્ટલ-વોટિંગ દ્વારા આગોતરી વોટિંગની વ્યવસ્થા કરવામાં આવે છે.


