કાળિયારની હત્યા કરવા સંદર્ભે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નિશાના પર રહેલા સલમાન ખાનને હવે માફી નહીં મળે એમ બિશ્નોઈ સમાજના અધ્યક્ષ દેવેન્દ્ર બિશ્નોઈએ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘જૂઠું બોલીને કોઈ બચી ન શકે. સલમાન ખાનનો આખો પરિવાર જૂઠું બોલી રહ્યો છે.
સલમાન ખાન
કાળિયારની હત્યા કરવા સંદર્ભે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નિશાના પર રહેલા સલમાન ખાનને હવે માફી નહીં મળે એમ બિશ્નોઈ સમાજના અધ્યક્ષ દેવેન્દ્ર બિશ્નોઈએ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘જૂઠું બોલીને કોઈ બચી ન શકે. સલમાન ખાનનો આખો પરિવાર જૂઠું બોલી રહ્યો છે. સલમાન ખાનને હવે માફી નહીં મળે. અમે વૃક્ષો અને વન્યજીવો માટે શહીદ થઈએ છીએ. કોર્ટે જ સલમાનને દોષી ઠેરવ્યો છે.’
આ પહેલાં દેવેન્દ્ર બિશ્નોઈએ કહ્યું હતું કે ‘અમને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા બાબતે કોઈ માહિતી નથી, કારણ કે એ પ્રકરણની હાલ તપાસ ચાલી રહી છે. સલમાન ખાને કાળિયારને માર્યું હતું જેને લઈને સમાજમાં નારાજગી છે. અમે છેલ્લાં કેટલાંય વર્ષોથી આ દુ:ખ અનુભવી રહ્યા છીએ અને લૉરેન્સ પણ એનાથી (એ ઘટનાથી) ઘવાયેલો છે. બિશ્નોઈ સમાજ ચાહે છે કે સલમાન માફી માગે, કારણ કે તેણે બહુ મોટી ભૂલ કરી છે એટલે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. જોકે તે માફી નથી માગી રહ્યો. બિશ્નોઈ સમાજ પર્યાવરણ અને વન્યજીવોની નિ:સ્વાર્થ રક્ષા કરે છે. લૉરેન્સ હવે શું કરી રહ્યો છે એ કોર્ટનો મામલો છે, પણ તે બિશ્નોઈ સમાજનો છોકરો છે અને રહેશે.’