૫૪ લાખના ગોલ્ડ સાથે નોકર રફુચક્કર
પ્રતીકાત્મક તસવીર
ભાંડુપ-વેસ્ટમાં લેક રોડ પર આવેલા સોનાના દાગીના બનાવતા એક કારખાનામાં ગઈ કાલે એક યુવક માલિકે બીજી જગ્યાએ પહોંચાડવા માટે આપેલા ૫૪ લાખ રૂપિયાના દાગીના લઈને નાસી ગયો હતો. કલાકો વીતી જતાં યુવકનો કોઈ પત્તો ન લાગતાં તેમણે ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એક પોલીસ-અધિકારીએ કહ્યું કે આરોપીને શોધવા માટે અલગ-અલગ ટીમ બનાવીને એની શોધખોળ શરૂ કરી છે.
ભાંડુપ-વેસ્ટમાં સોનાનાં ઘરેણાં બનાવવાનું કારખાનું ધરાવતા અંકિત કોઠારીને ત્યાં કામ કરતો એક યુવક ગઈ કાલે બપોરે એક કારખામાંથી બીજા કારખાનામાં ૫૪ લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં પહોંચાડવા નીકળ્યો હતો. કલાકો વીતી જતાં અંકિતને શંકા જતાં તેણે ફોન કર્યો હતો, પણ તેનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ માલ જ્યાં લઈ જવાનો હતો ત્યાં પૃચ્છા કરી હતી, પણ માલ લઈને નીકળેલો યુવક ત્યાં પહોંચ્યો ન હોવાનું માલૂમ પડતાં ગઈ રાતે ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ભાંડુપના સિનિયર ઇન્સ્પેક્ટર શ્યામ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ કેસમાં હાલમાં તો લાગી રહ્યું છે કે કામ કરતો માણસ સોનું લઈને નાસી ગયો છે. અમે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

