Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાબા સિદ્દિકી હત્યા કરાવવા આ રીતે થઈ હતી પૈસાની હેરફેર, કેસમાં મળ્યા મહત્ત્વના પુરાવા

બાબા સિદ્દિકી હત્યા કરાવવા આ રીતે થઈ હતી પૈસાની હેરફેર, કેસમાં મળ્યા મહત્ત્વના પુરાવા

Published : 04 December, 2024 06:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Baba Siddique Murder Case: લોરેન્સ ગૅન્ગ અને શુભમ લોનકર દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચના એટલી કાળજીપૂર્વક બનાવવામાં આવી હતી કે ક્રાઈમ બ્રાન્ચ અત્યાર સુધી તે તમામ લોકોની ઓળખ કરી શકી નથી. જેમણે શુભમની સૂચનાથી ઘણી જગ્યાએથી પૈસા જમા કરાવ્યા હતા.

બાબા સિદ્દીકી (ફાઇલ તસવીર)

બાબા સિદ્દીકી (ફાઇલ તસવીર)


એનસીપી અજિત પવાર જૂથના (Baba Siddique Murder Case) વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની હત્યા કરવામાં કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં વધુ એક ટ્વિસ્ટ આવ્યો છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચ મુંબઈને મહત્ત્વના પુરાવા મળ્યા છે. ક્રાઈમ બ્રાન્ચને હત્યા માટે વપરાયેલા પૈસા અંગે મહત્ત્વની માહિતી મળી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સલમાન વોહરાના નામે ગુજરાતની કર્ણાટક બૅન્કની આણંદ શાખામાં બૅન્ક ખાતું ખોલવામાં આવ્યું હતું. જેમાં લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગ અને શુભમ લોનકર દ્વારા અત્યાધુનિક પદ્ધતિ અપનાવીને પૈસા જમા કરાવ્યા હતા.


બૅન્ક ખાતામાં નાણાં (Baba Siddique Murder Case) જમા કરાવવા માટે કૅશ ડિપોઝીટ મશીનનો ઉપયોગ કરીને વિવિધ જગ્યાએથી ખાતામાં નાણાં જમા કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, વોહરાના ખાતામાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 6 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. લોરેન્સ ગૅન્ગ અને શુભમ લોનકર દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચના એટલી કાળજીપૂર્વક બનાવવામાં આવી હતી કે ક્રાઈમ બ્રાન્ચ અત્યાર સુધી તે તમામ લોકોની ઓળખ કરી શકી નથી. જેમણે શુભમની સૂચનાથી ઘણી જગ્યાએથી પૈસા જમા કરાવ્યા હતા.



સૂત્રોના જણાવ્યા અનુસાર શુભમ લોનકરે (Baba Siddique Murder Case) ફંડ ટ્રાન્સફરની યોજના બનાવી હતી, અને અનમોલ બિશ્નોઈએ આ કામગીરીમાં મદદ કરી હતી. ઘણા રાજ્યોમાં કાર્યરત સ્લીપર સૅલ વોહરાના ખાતામાં પૈસા જમા કરાવતા હતા. આ જ કેસમાં પકડાયેલા અન્ય એક આરોપી સુમિત વાળાએ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન એ વાતની પુષ્ટિ કરી હતી કે અલગ-અલગ જગ્યાએથી ફંડ જમા કરવામાં આવ્યું હતું. જો કે, તેમણે ચોક્કસ સ્ત્રોતો જાણતા ન હોવાનો દાવો કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેણે શુભમના કહેવા પર જ પૈસા ટ્રાન્સફર કર્યા હતા.


બાબા સિદ્દીક હત્યા કેસમાં (Baba Siddique Murder Case) રોજ નવા નવા અપડેટ સામે આવતા જાય છે. આ હત્યા કેસમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. હવે આ કેસમાં અકોલામાંથી ગુજરાતના એક રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે. હવે નેશનલ કૉંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં આરોપીઓની સંખ્યા 25 થઈ ગઈ હતી. જે આરોપીની ધરપકડ કરાઇ હતી એ ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે. સલમાનભાઈ ઈકબાલભાઈ વ્હોરા નામના શખ્સને મુંબઈથી 565 કિલોમીટર દૂર આવેલા અકોલાના બાલાપુર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, "વોહરાએ આ વર્ષે મે મહિનામાં બૅન્ક ખાતું ખોલાવ્યું હતું અને ધરપકડ કરાયેલા આરોપી ગુરમેલ સિંઘ, રૂપેશ મોહોલ અને હરીશકુમારના ભાઈ નરેશકુમાર સિંહને નાણાકીય સહાય પૂરી પાડી હતી. તેણે ગુના સાથે જોડાયેલા અન્ય લોકોને પણ મદદ કરી છે”.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2024 06:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK