આ પ્રદર્શનમાં રોબોટિક ડૉગ્સનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિમોટ કન્ટ્રોલથી ઑપરેટ થતા આ હાઈ ટેક્નૉલૉજીથી બનાવાયેલા રોબો-ડૉગ્સ અનેક મહત્ત્વની કામગીરી પાર પાડી શકશે.
રિમોટથી ઑપરેટ કરી શકાતા ડૉગ્સને જોઈને બાળકો સાથે યુવાનો પણ અચંબો પામી જતાં હતાં.
આર્મી ડે પરેડ અંતર્ગત ઇન્ડિયન આર્મી દ્વારા સામાન્ય લોકો સૈન્યની તાકાત, સૈન્યનાં શસ્ત્રો અને એની જાણકારી મેળવી શકે એ માટે પુણેની રૉયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફમાં ત્રીજી જાન્યુઆરીથી પાંચમી જાન્યુઆરી સુધીના ત્રણ દિવસના આર્મી-મેલાનું આયોજન કરવામાં આવ્યું છે; જેમાં ભારતીય બનાવટની અદ્યતન ટેક્નૉલૉજી સાથેનાં શસ્ત્રો, સ્પેશ્યલ ઇક્વિપમેન્ટ્સ, ડ્રોન અને રોબોટિક ડૉગ્સનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે એનું ઉદ્ઘાટન કર્યું હતું એટલું જ નહીં, તેમણે વિવિધ શસ્ત્રોમાં પણ રસ લીધો હતો અને એ વિશે જાણકારી મેળવી હતી.
આ પ્રદર્શનમાં રોબોટિક ડૉગ્સનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિમોટ કન્ટ્રોલથી ઑપરેટ થતા આ હાઈ ટેક્નૉલૉજીથી બનાવાયેલા રોબો-ડૉગ્સ અનેક મહત્ત્વની કામગીરી પાર પાડી શકશે. સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી આ પ્રદર્શન જોવાનો લાભ મળી રહ્યો છે. પુણેકરો ગઈ કાલે મોટી સંખ્યામાં આ એક્ઝિબિશન જોવા પહોંચી ગયા હતા અને કુતૂહલ સાથે શસ્ત્રોની માહિતી મેળવવામાં રસ દાખવ્યો હતો.