આ અકસ્માતની નોંધ લેતા મુલુંડ પોલીસે આરોપીની કાર કબજે કરી કેસની તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં બે ઑટો ડ્રાઈવર અને બે મુસાફરોને ઈજા થઈ છે
પ્રતીકાત્મક તસવીર
Another Hit and Run Case in Mumbai: સોમવારે મુંબઈમાં એક ઝડપથી જતી ઑડી કારે બે ઑટો રિક્ષાને ટક્કર મારી હતી. આ ઘટનામાં ઓટો રીક્ષા ચાલક અને બે મુસાફરોને ઈજા થઈ હતી. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઑટો રિક્ષા ચાલકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ ઑડી ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.