રાજભોગનાં દર્શનની શ્રીનાથજીની ૬ ઇંચની આ મૂર્તિ સોનાની છે
એમાં અજોડ હીરા, માણેક અને પન્ના જડવામાં આવ્યા છે
અનંત અંબાણીને લગ્નમાં દેશ-વિદેશના મહાનુભાવો તરફથી એક-એકથી ચડિયાતી ભેટસોગાદો મળી હશે, પણ દાદી કોકિલાબહેને પૌત્રને જે આપ્યું છે એ અનંત માટે સૌથી વિશેષ હોવાનું એમાં બેમત નથી
કોકિલાબહેને અનંતને લગ્ન નિમિત્તે આશીર્વાદરૂપે શ્રીનાથજી ભગવાનની ભવ્ય મૂર્તિ ભેટ આપી છે. રાજભોગનાં દર્શનની શ્રીનાથજીની ૬ ઇંચની આ મૂર્તિ સોનાની છે અને એમાં અજોડ હીરા, માણેક અને પન્ના જડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ ભવ્ય મૂર્તિની ડિઝાઇન વિખ્યાત જ્વેલરી ડિઝાઇનર લાલુભાઈએ બનાવી છે. આ મૂર્તિને બનતાં ચાર મહિના લાગ્યા હતા.


