તેમને NASH સામેની લડતના ગુડવિલ ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યા છે.
NASH ક્લિનિક લૉન્ચ કરતાં અમિતાભ બચ્ચન
BMCએ ગઈ કાલે KEM હૉસ્પિટલમાં નૉન-આલ્કોહોલિક ફૅટી લિવર ડિસીઝના ઍડ્વાન્સ પ્રકાર ગણાતા નૉન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસ (NASH)નું ક્લિનિક લૉન્ચ કર્યું હતું. આ પ્રસંગે નૉન-આલ્કોહોલિક ફૅટી લિવર ડિસીઝ વિશેની પુસ્તિકા પણ લૉન્ચ કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચન આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા. તેમને NASH સામેની લડતના ગુડવિલ ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યા છે. શેઠ ગોરધનદાસ સુંદરદાસ મેડિકલ કૉલેજ અને કિંગ એડ્વર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલની શતાબ્દી નિમિત્તે NASH ક્લિનિક અને પુસ્તિકા લૉન્ચ કરવામાં આવ્યાં હતાં.