ઝૂંપડપટ્ટીને લીલા કપડાથી ઢાંકી દેવામાં આવી છે
તસવીર : પી.ટી.આઇ.
G20 માટે રેડ કાર્પેટની સાથે લીલી ચાદર
મુંબઈમાં G20ના ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસની મીટિંગ બાદ આજે તેમનું પ્રતિનિધિમંડળ બોરીવલીના નૅશનલ પાર્કની મુલાકાત લેવાનું હોવાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર જોગેશ્વરીમાં હાઇવેને અડીને આવેલી ઝૂંપડપટ્ટીને લીલા કપડાથી ઢાંકી દેવામાં આવી છે. આવી જ રીતે હાઇવે પર ઘણી જગ્યાએ ફ્લાયઓવરની નીચેના ભાગને પણ સફેદ કપડાથી કૉર્ડન-ઑફ કરી દેવામાં આવ્યો છે. અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ૨૦૨૦માં ‘નમસ્તે ટ્રમ્પ’ ઇવેન્ટ માટે અમદાવાદ આવ્યા હતા ત્યારે ત્યાં પણ આ રીતે ઝૂંપડપટ્ટીને સફેદ કપડાથી ઢાંકી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
પર્યાવરણપ્રેમી મહાનુભાવો
મુંબઈના ભૂતપૂર્વ શેરિફ સ્વ. નાના ચુડાસમાએ શરૂ કરેલી ‘આઇ લવ મુંબઈ’ સંસ્થા દ્વારા બાંદરાના જૉગર્સ પાર્કમાં રાખવામાં આવેલા પ્લાન્ટ ફેસ્ટિવલના ઉદઘાટનમાં ગઈ કાલે રાજ ઠાકરે અને હેલને હાજરી આપી હતી. આ સંસ્થા વર્ષોથી મુંબઈને ગ્રીન અને ક્લીન રાખવાનું કાર્ય કરે છે અને અત્યારે એને બીજેપીનાં નેતા અને નાના ચુડાસમાનાં પુત્રી શાઇના એન. સી. સંભાળે છે.
તસવીર : પ્રદીપ ધિવાર
આ અદ્ભુત નઝારો જુહુ બીચનો છે
તસવીર : અનિલ પરમાર
ગઈ કાલે સવારે સવાસાત વાગ્યે જુહુ બીચ પર ભાગ્યે જ જોવા મળે એવો નઝારો જોવા મળ્યો હતો.