મુંબઈ અને નાંદેડના કૉન્ગ્રેસના વિધાનસભ્યોનો ફેંસલો શુક્રવારે
મહા વિકાસ આઘાડી
વિધાન પરિષદની ચૂંટણીમાં વિરોધી પક્ષની મહાવિકાસ આઘાડીના કૉન્ગ્રેસના ૮ સહિત કુલ ૧૦ વિધાનસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું હોવાનું જણાઈ આવ્યું છે. કૉન્ગ્રેસના મુંબઈ અને નાંદેડના
ક્રૉસ-વોટિંગ કરનારા વિધાનસભ્યોને ઓળખી લેવામાં આવ્યા છે. આ વિશે કૉન્ગ્રેસના વરિષ્ઠ અને વિધાનસભાના વિરોધી પક્ષ નેતા વિજય વડેટ્ટીવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘પક્ષવિરોધી મત આપનારા વિધાનસભ્યોનો ફેંસલો શુક્રવારે, ૧૯ જુલાઈએ દિલ્હીમાં યોજાનારી પક્ષની બેઠકમાં લેવામાં આવશે. બે વર્ષ પહેલાં પણ વિધાન પરિષદ અને રાજ્યસભાની ચૂંટણી વખતે અમારા કેટલાક વિધાનસભ્યોએ ક્રૉસ-વોટિંગ કર્યું હતું. એ સમયે આ વિધાનસભ્યો સામે કોઈ પગલાં નહોતાં લેવામાં આવ્યાં. જોકે આ વખતે કોઈને બક્ષવામાં નહીં આવે. પક્ષવિરોધી કામ કરવા બદલ આ વિધાનસભ્યો સામે કાર્યવાહી કરવામાં આવશે.’