સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર સવારે સાડાપાંચ વાગ્યે પર્વત ચડ્યા, સાડા ત્રણ કિલોમીટરનું ટ્રેકિંગ બે કલાકમાં પૂરું કર્યું
ડિવિઝનલ રેલવે મૅનેજર અને અન્ય અધિકારીઓ
સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર રામ કરણ યાદવ પોતાની ટીમ સાથે શુક્રવારે મુંબઈ–પુણે રૂટ પરના કર્જત–લોનાવાલા સેક્શનમાં ચોમાસા પહેલાં તપાસ કરવા ખંડાલા ઘાટ પહોંચ્યા હતા. આ સેગમેન્ટમાં બાવન ટનલો છે જે ૨૫૦ મીટરની ઊંચાઈના પર્વતીય વિસ્તાર અને તીવ્ર વળાંકોમાંથી પસાર થાય છે. મુંબઈ ડિવિઝનની કામગીરી માટે આ સેગમેન્ટ મહત્ત્વનું છે.
આ એક ઐતિહાસિક પરીક્ષણ હતું, કારણ કે સૌપ્રથમવાર જનરલ મૅનેજર પર્વત ચડીને તપાસ કરવા પહોંચ્યા હતા. સવારે પાંચ વાગ્યે પર્વત ચડવાની શરૂઆત કરવામાં આવી અને સાડાત્રણ કિલોમીટરના અંતરને બે કલાકે પસાર કર્યું હતું.
ADVERTISEMENT
છેક ઉપર પહોંચ્યા બાદ મંકી હિલ કૅબિનથી લઈને ઠાકુરવાડી સુધીનાં તમામ મહત્ત્વનાં સ્થળોનું અવલોકન કરવામાં આવ્યું હતું. પર્વતીય વિસ્તારના પરીક્ષણ દરમ્યાન ડિવિઝનલ રેલવે મૅનેજર અને અન્ય અધિકારીઓ જનરલ મૅનેજર સાથે હતા એમ સેન્ટ્રલ રેલવેના એક પ્રવક્તાએ જણાવ્યું હતું.

