Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કુર્લામાં સ્પીડ બ્રેકરને કારણે ૧૨ ફુટ ઊંચી ગણેશમૂર્તિ પડી ગઈ, સ્થાપન પહેલાં જ મૂર્તિનું વિસર્જન કરવું પડ્યું

કુર્લામાં સ્પીડ બ્રેકરને કારણે ૧૨ ફુટ ઊંચી ગણેશમૂર્તિ પડી ગઈ, સ્થાપન પહેલાં જ મૂર્તિનું વિસર્જન કરવું પડ્યું

Published : 09 September, 2026 07:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુર્લામાં થયેલા અકસ્માતને પગલે થોડા સમય અગાઉ ભુલેશ્વરમાં મંડપમાં પહોંચતાં પહેલાં ગણપતિની મૂર્તિ પડી જતાં બે યુવકોએ જીવ ગુમાવ્યો હતો એ દુર્ઘટનાની યાદ તાજી થઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ધારાવીના ઓમ શક્તિ વેલ્ફેર ફાઉન્ડેશનની ૧૨ ફુટ ઊંચી ગણેશમૂર્તિને મંડપમાં પહોંચે એ પહેલાં અકસ્માત નડ્યો હતો. બૈલબાજારથી ધારાવી લઈ જતી વખતે કુર્લામાં સ્પીડ બ્રેકર પરથી પસાર થતી વખતે ટ્રૉલી સંતુલન ગુમાવતાં ગણપતિબાપ્પાની ૧૨ ફુટ ઊંચી મૂર્તિ પડી ગઈ હતી. આ અકસ્માતમાં સંતોષ જયેશ્વર અને રોહિત જયેશ્વર નામના બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. બન્નેને સારવાર માટે ભાભા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ મૂર્તિ ઓમ શક્તિ વેલ્ફેર ફાઉન્ડેશનની હતી અને પ્રેમનગરચા મહારાજા ગણેશમંડળ સાથે સંકળાયેલી હતી. આ ઘટના બાદ ખંડિત થયેલી મૂર્તિનું નજીકના શીતલ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કુર્લામાં થયેલા અકસ્માતને પગલે થોડા સમય અગાઉ ભુલેશ્વરમાં મંડપમાં પહોંચતાં પહેલાં ગણપતિની મૂર્તિ પડી જતાં બે યુવકોએ જીવ ગુમાવ્યો હતો એ દુર્ઘટનાની યાદ તાજી થઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK