ગુઢી પાડવાએ ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં નવી કારના રજિસ્ટ્રેશનમાં ૩૧ ટકાનો અને બાઇકના રજિસ્ટ્રેશનમાં ૮ ટકાનો વધારો નોંધાયો હતો
પ્રતીકાત્મક તસવીર
ગુઢી પાડવાએ ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં નવી કારના રજિસ્ટ્રેશનમાં ૩૧ ટકાનો અને બાઇકના રજિસ્ટ્રેશનમાં ૮ ટકાનો વધારો નોંધાયો હતો. ૨૦૨૩માં ૧૩૮૩ કારનું રજિસ્ટ્રેશન થયું હતું, પણ આ વર્ષે એ આંકડો વધીને ૧૮૦૮ થયો હતો. આ જ રીતે ૩૧૩૩ બાઇકની સરખામણીમાં આ વર્ષે ૩૪૩૮ બાઇકનું રજિસ્ટ્રેશન થયું હતું. આ વર્ષે ૬૩૫ કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) વાહનો અને ૧૨૭ ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. તાડદેવમાં સૌથી વધારે ૫૩૬ કારનાં અને વડાલામાં સૌથી વધારે ૧૦૨૯ બાઇકનાં રજિસ્ટ્રેશન થયાં હતાં.




