હવાઈ પ્રવાસનાં નિયંત્રણોને કારણે ગયા વર્ષના ઑગસ્ટમાં માંડ ચાર લાખ લોકોએ મુંબઈથી અવરજવર કરી હતી
ઑગસ્ટમાં ૧૫ લાખ લોકોએ કર્યું ઍર ટ્રાવેલ
રક્ષાબંધન, જન્માષ્ટમી અને ઓનમ જેવા તહેવારોને લઈને આવેલા ગયા ઑગસ્ટ મહિનામાં મુંબઈના સહારસ્થિત છત્રપતિ શિવાજી મહારાજ વિમાનમથક પરથી કુલ ૧૫,૮૭,૧૫૦ પ્રવાસીઓની અવરજવર નોંધાઈ હતી. જોકે એમાં ભારતના આંતરિક પ્રવાસ માટેના મુસાફરોની સંખ્યા વધારે ૧૪,૦૨,૩૬૯ નોંધાઈ હતી અને એની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોનું પ્રમાણ સાવ ઓછું ૧,૮૪,૭૮૭ નોંધાયું હતું. ૨૦૨૦ના ઑગસ્ટ મહિનામાં સહાર ઍરપોર્ટ પરથી ચારેક લાખ મુસાફરોએ અવરજવર કરી હતી.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ‘ગયા ઑગસ્ટ મહિનામાં વિમાનમથક પર ૭,૮૫,૪૭૯ મુસાફરોનું આગમન અને ૮,૦૧,૬૭૭ મુસાફરોનું નિર્ગમન નોંધાયું હતું. દેશનાં આંતરિક સ્થળોમાં મુંબઈથી દિલ્હી, બૅન્ગલોર અને ગોવાનો પ્રવાસ કરનારા સૌથી વધારે મુસાફરો હતા. દિલ્હીના ૨,૪૨,૦૮૫, ગોવાના ૧,૧૧,૦૨૬ અને બૅન્ગલોરના ૯૫,૦૮૯ મુસાફરો નોંધાયા હતા. આંતરરાષ્ટ્રીય સ્થળોમાં દોહાના ૪૧,૪૧૦ મુસાફરો, દુબઈના ૩૭,૧૨૬ અને માલેના ૧૮,૧૯૦ મુસાફરો નોંધાયા છે. ડોમેસ્ટિક (ભારતના આંતરિક) રૂટ્સ પર મોટા ભાગના પ્રવાસીઓએ ઇન્ડિગો, ઍર ઇન્ડિયા અને વિસ્તારા ઍરલાઇન્સ દ્વારા પ્રવાસ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય રૂટ્સના પ્રવાસીઓએ કતાર ઍરવેઝ, ઇન્ડિગો ઍરલાઇન્સ અને ઍર ઇન્ડિયા દ્વારા પ્રવાસ કર્યો હતો. રોગચાળાના અનુસંધાનમાં હવાઈ પ્રવાસ સંબંધી નિયંત્રણો ૨૦૨૧માં હળવાં કરાતાં પ્રવાસીઓની સંખ્યા વધી હતી. હાલમાં મોટા ભાગનાં અન્ય રાજ્યો તથા અન્ય રાષ્ટ્રોના પ્રવાસીઓ માટે ફક્ત નેગેટિવ આરટી-પીસીઆર સર્ટિફિકેટ અને હોમ આઇસોલેશનની આવશ્યકતા જેવી શરતો હવાઈ પ્રવાસના કોવિડ પ્રોટોકોલમાં રાખવામાં આવી છે.’
ડેન્જરસ છે સંકેત
એમાં મોખરે છે. અહીં ઍક્ટિવ કેસ ૮૨થી વધીને ૨૩૬ થઈ ગયા છે. ધારાવીમાં માત્ર ૧૩ ઍક્ટિવ કેસ છે, પણ દાદર અને માહિમમાં અનુક્રમે ૯૨ અને ૧૩૧ કેસ છે.
બીજી લહેરના સૌથી નીચા પૉઇન્ટ પર જ્યાં ૬૭ ઍક્ટિવ કેસ નોંધાયા હતા, એ ભાયખલાને આવરી લેતા ‘ઈ’ વૉર્ડમાં હવે ૧૭૧ કેસ છે. એ જ રીતે પરેલ, વરલી, બાંદરા, દહિસરમાં ત્રણ અઠવાડિયાં પહેલાં ૧૦૦થી પણ ઓછા ઍક્ટિવ કેસ હતા, ત્યાં હવે કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે.
મહામારીની શરૂઆતથી જ ઍક્ટિવ કેસની સંખ્યાને મામલે મોખરે રહેલા અંધેરી-વેસ્ટને આવરતા ‘કે-વેસ્ટ’ વૉર્ડમાં હાલ ૨૮૫ ઍક્ટિવ કેસ છે. તો, બાંદરા-વેસ્ટ અને સાન્તાક્રુઝ-વેસ્ટને સમાવતા ‘એચ-વેસ્ટ’ વૉર્ડમાં પણ ૨૦૦ ઍક્ટિવ કેસ છે. અમે અમારા વૉર્ડમાં ટેસ્ટિંગ વધારી દીધું છે.
અમારા વૉર્ડ દ્વારા ખાનગી લૅબ્ઝમાં આરટી-પીસીઆર ટેસ્ટ્સની સાથે-સાથે ૧૦૦૦થી વધુ ટેસ્ટ્સ હાથ ધરાયાં છે, એમ ‘ઈ’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર મનીષ વાલંજુએ જણાવ્યું હતું.


