કેટલાક સોનાના દાગીના પણ દાનમાં આવ્યા છે, પણ એમની પ્યૉરિટી અને વૅલ્યુએશનનું કામ ચાલી રહ્યું છે
રિચેસ્ટ ગણપતિ
કિંગ્સ સર્કલમાં આવેલા ગૌડ સારસ્વત બ્રાહ્મણ (GSB) સેવા મંડળના મુંબઈના રિચેસ્ટ ગણપતિ પર ભક્તોએ અધધધ દાનનો પ્રવાહ વહાવ્યો હતો. મંડળના ચૅરમૅન અમિત પાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષે ભક્તો તરફથી ઑનલાઇન દાનનો પ્રવાહ વધ્યો છે. ૧૧.૫ કરોડ રૂપિયાનું ઑનલાઇન દાન મળ્યું છે, જ્યારે દાનપેટીઓમાં મળેલી રકમનું કાઉન્ટિંગ ચાલી રહ્યું છે જે અંદાજે ૮૦ લાખથી એક કરોડ રૂપિયાની આસપાસ હોવાની શક્યતા છે. કેટલાક સોનાના દાગીના પણ દાનમાં આવ્યા છે, પણ એમની પ્યૉરિટી અને વૅલ્યુએશનનું કામ ચાલી રહ્યું છે. ગયા વર્ષે ૧૦.૮ લાખ રૂપિયા જેટલું દાન આવ્યું હતું. આ વખતે એમાં ૧૦ ટકા જેટલો વધારો થયો છે. અમે દાનની આ રકમમાંથી વર્ષભર અલગ-અલગ પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ. હવે અમે હૉસ્પિટલ બનાવી રહ્યા છીએ જેનું પેપરવર્ક ચાલી રહ્યું છે.’