ભૂકંપને કારણે નેપાળમાં ભારે જાનહાની અને સંપત્તિનું નુકસાન થયું છે. આપત્તિના પગલે નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પરિસ્થિતિનું આકલન કર્યા બાદ પીએમ દહલે તાત્કાલિક આવતીકાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની કેબિનેટ બેઠક બોલાવી હતી.