બ્રિટનના ટાઉન ગ્રેટ યારમાઉથમાં બીજા વિશ્વયુદ્ધના સમયગાળાના બૉમ્બને ડિફ્યુઝ કરવાની કામગીરી ચાલી રહી હતી
બીજા વિશ્વયુદ્ધના બૉમ્બમાં અણધાર્યો બ્લાસ્ટ થયો
બીજા વિશ્વયુદ્ધના અનેક અવશેષો હજી પણ આખી દુનિયામાં રહેલા છે, જેમાંથી કેટલાક મ્યુઝિયમમાં છે તો કેટલાક માણસો માટે ખતરો છે. બ્રિટનના ટાઉન ગ્રેટ યારમાઉથમાં બીજા વિશ્વયુદ્ધના સમયગાળાના બૉમ્બને ડિફ્યુઝ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે એમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ અનેક માઇલ સુધી સંભળાતો હતો. ગઈ કાલે અધિકારીઓએ કન્ફર્મ કર્યું હતું એ સુઆયોજિત વિસ્ફોટ નહોતો. આ અઠવાડિયાની શરૂઆતમાં આ બૉમ્બ મળી આવ્યા બાદ પોલીસે એ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કર્યું હતું.