વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બન્ને હસ્તીઓના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું છે.
જે. ડી. વૅન્સ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વૅન્સ અને તેમનાં પત્ની ઉષા વૅન્સ આજથી ચાર દિવસના ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બન્ને હસ્તીઓના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું છે. નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ દ્વિપક્ષીય બેઠક પણ કરશે જેમાં ટૅરિફ, વ્યાપાર, રક્ષા સહિતના મુખ્ય મુદ્દા પર ચર્ચા થશે.
આજે સવારે ૧૦ વાગ્યે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ દિલ્હી પહોંચશે. તેઓ આગરા અને જયપુરનો પણ પ્રવાસ કરશે. ઉપરાષ્ટ્રપતિ સાથે ત્યાંના પાંચ વરિષ્ઠ અધિકારીઓ પણ ભારત આવી રહ્યા છે. આ પ્રવાસમાં તેઓ અક્ષરધામ મંદિરમાં પણ દર્શન કરવા જશે. ત્યાર બાદ સાંજે વડા પ્રધાન સાથે બેઠક કરશે જેમાં વિદેશપ્રધાન એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશસચિવ વિક્રમ મિસ્ત્રી, અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન પણ સામેલ થશે.


