અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સના અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોના હેડક્વૉર્ટર પરથી ઉતારી લેવાયેલો ૧૨ ફુટ ઊંચો ટ્વિટરના પંખીનો લોગો હવે વેચાવા નીકળ્યો છે.
ટ્વિટરનો ૨૫૪ કિલોનો પંખીનો લોગો વેચાવા નીકળ્યો છે
અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સના અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોના હેડક્વૉર્ટર પરથી ઉતારી લેવાયેલો ૧૨ ફુટ ઊંચો ટ્વિટરના પંખીનો લોગો હવે વેચાવા નીકળ્યો છે. ઈલૉન મસ્કે ટ્વિટરને ઍક્સ તરીકે રીબ્રૅન્ડ કર્યું એ પછીથી કંપનીના હેડક્વૉર્ટર પર લાગેલો આઇકૉનિક બર્ડનો લોગો નકામો થઈ ગયો છે. જોકે એ પંખી સોશ્યલ મીડિયાની હિસ્ટરીનું એક અનોખું નજરાણું છે એટલે અનેક લોકો એ ખરીદવા માટે બિડ મૂકી રહ્યા છે. એની અત્યાર સુધીમાં ૨૧,૬૬૪ ડૉલર એટલે કે ૧૮.૭૫ લાખ રૂપિયા સુધીની બોલી લાગી છે. હજી આવતી કાલે એટલે કે વીસમી માર્ચ સુધી બિડિંગ થઈ શકશે.
૧૨ બાય ૮ ફુટની સાઇઝના આ પંખીનું વજન ૨૫૪ કિલો છે. આ ઑક્શનમાં જેટલી પણ રકમની બોલી લાગે એ ઉપરાંત ખરીદનારે ટ્રાન્સપોર્ટેશનનો પણ ખર્ચ કરવો પડશે.


