તેમને માત્ર આટલા જ ડૉલર આપવામાં આવશે એવો પ્રતિ સવાલ તેમણે કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ જે પરિસ્થિતિમાંથી પસાર થયા હતા એના માટે આ કંઈ જ નથી.
સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોર, ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે સ્પેસ સ્ટેશનમાં નવ મહિના માટે ફસાઈ ગયેલાં અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરને તેમના ઓવરટાઇમ માટે પોતાના ખિસ્સામાંથી પૈસા આપશે.
ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે ‘અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશનમાં તેમના અણધાર્યા વધારાના આટલા લાંબા રોકાણ માટે ઓવરટાઇમ નહીં મળે એની મને કોઈ જાણકારી નહોતી. ખરેખર મને કોઈએ આ વાત કરી નથી. જો મારે કરવું પડે તો હું મારા પૉકેટમાંથી તેમને ચૂકવીશ. તેમના માટે હું આટલું કરીશ.’
ADVERTISEMENT
ટ્રમ્પ એક ટીવી-ચૅનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અવકાશયાત્રીઓને રોજના પાંચ ડૉલરના હિસાબે ૨૮૬ દિવસના માત્ર ૧૪૩૦ ડૉલર (આશરે આશરે ૧.૨૩ લાખ રૂપિયા) ચૂકવવાની છે. આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે ક્યારેય કોઈએ મારી સામે આ વાતનો ઉલ્લેખ કર્યો નથી. શું તેમને માત્ર આટલા જ ડૉલર આપવામાં આવશે એવો પ્રતિ સવાલ તેમણે કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ જે પરિસ્થિતિમાંથી પસાર થયા હતા એના માટે આ કંઈ જ નથી.

