માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં આગા ખાનને ઇમામ અને આધ્યાત્મિક ગુરુ બનાવવામાં આવ્યા હતા
આગા ખાન
શિયા ઇસ્માઇલી મુસ્લિમોના ૪૯મા ઇમામ અને મોહમ્મદ પયગંબરના વંશજ પ્રિન્સ કરીમ અલ હુસૈની આગા ખાન-ફોર્થનું ગઈ કાલે પોર્ટુગલના લિસ્બનમાં ૮૮ વર્ષની વયે અવસાન થયું હતું. માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં આગા ખાનને ઇમામ અને આધ્યાત્મિક ગુરુ બનાવવામાં આવ્યા હતા. તેમણે પોતાનું આખું જીવન લોકકલ્યાણના કામમાં સમર્પિત કર્યું હતું. આગા ખાને તેમના ઉત્તરાધિકારીને વિલમાં સામેલ કર્યા છે. તેમને ત્રણ પુત્ર અને એક પુત્રી છે. ૧૯૬૭માં તેમણે આગા ખાન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી જે ભારત ઉપરાંત આફ્રિકા, યુરોપ અને અમેરિકા સહિત ૧૮ દેશમાં કામ કરે છે. આગા ખાનના પરિવારને મોહમ્મદ પયગંબરના વંશજ માનવામાં આવે છે.


