Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ૧૯ વર્ષનો અમે‌રિકન ટીનેજર ‌હિન્દુ મં‌દિરમાં કત્લેઆમ કરવા માગતો હતો

૧૯ વર્ષનો અમે‌રિકન ટીનેજર ‌હિન્દુ મં‌દિરમાં કત્લેઆમ કરવા માગતો હતો

Published : 16 October, 2026 08:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇ‌લિનૉઇના ઑરોરાના મંદિરમાં આધુ‌નિક રાઇફલ અને ૩૦૦ ગોળીઓ લઈને ૧૧ ઑક્ટોબરે ઘૂસ્યો હતો, પણ ફાય‌રિંગ શરૂ કરે એ પહેલાં રાઇફલ જામ થઈ ગઈ એટલે ભાગી છૂટ્યો

પોલીસે ટીનેજરના ઘરે જઈને તેને પકડી લીધો હતો.

પોલીસે ટીનેજરના ઘરે જઈને તેને પકડી લીધો હતો.


અમેરિકાના ઇ‌લિનૉઇ રાજ્યમાં આવેલા ઑરોરા શહેરના એક હિન્દુ મંદિર પર ભયાનક ગોળીબાર કરવાનું કાવતરું ઘડવા બદલ ૧૯ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ નામનો આ શ્વેત વંશવાદી હુમલાખોર ૧૧ ઑક્ટોબરે આધુનિક રાઇફલ અને ૩૦૦ જેટલી ગોળીઓ લઈને મંદિર પહોંચ્યો હતો. જોકે ગોળીબાર શરૂ કરે એ પહેલાં જ તેની રાઇફલ જામ થઈ ગઈ હતી, જેથી તે મંદિર છોડીને નાસી છૂટ્યો હતો. 
સ્થાનિક પોલીસે તેના ઘરે પાડેલા દરોડામાં ૮ પાનાંનો મૅનિફેસ્ટો મળી આવ્યો હતો, જેમાં ભારતીય મૂળના લોકો વિશે ખૂબ જ કટ્ટરવાદી અને હિંસક લખાણ લખવામાં આવ્યું હતું. પોલીસતપાસમાં એવો ખુલાસો થયો હતો કે આ હુમલાખોર ખાસ કરીને ભારતીયોને નિશાન બનાવીને મોટો હત્યાકાંડ સર્જવા માગતો હતો. તેના ઘરમાંથી રાઇફલ ઉપરાંત નાઝી પ્રતીકો પણ મોટી માત્રામાં મળી આવ્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 08:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK